તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.
Cross references
“મેં ઇસ્રાએલના લોકોની ફરિયાદ સાંભળી છે; એટલા માંટે તેમને કહો કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે રોટલી ઘરાઈને ખાશો; અને તમને વિશ્વાસ થશે કે તમાંરા દેવ યહોવા હું છું.”‘
યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોને આ પ્રમાંણે કહે; દેહ શુદ્ધ કરી આવતીકાલને માંટે તૈયાર થાઓ, તમને માંસ ખાવા મળશે, તેઓને એ પણ કહે કે, યહોવાએ તમને રડતાં અને ફરિયાદ કરતાં સાભળ્યાં છે કે, ‘અમને માંસ કોણ આપશે? અમે મિસરમાં જ સારા હતાં! તે તમને માંસ આપશે, ને તમે તે જમશો.
એના પછી તરત યહોવાએ પવનને મોકલ્યો, અને તે દરિયામાંથી તેની સાથે લાવરીઓને ઉપાડી લાવ્યો. લાવરીઓ છાવણીમાં તથા તેની આસપાસ ઘસડાઈને પડવા લાગી. તેઓએ જમીનને ત્રણ ફુટ ઉડી ઢાંકી દીધી. માંણસ એક દિવસમાં જેટલું અંતર કાપી શકે તેટલાં અંતરમાં દરેક દિશામાં લાવરીઓ ફેલાયલી હતી.
તેથી લોકોએ તે આખો દિવસ અને આખી રાત અને પછીનો આખો દિવસ લાવરીઓ ભેગી કરી. કોઈ પણ વ્યક્તિએ દશ હોમેરથી ઓછી લાવરીઓ ભેગી કરી ન્હોતી. તેઓએ તેને છાવણીની ફરતા સુકાવા માંટે ફેલાવી દીધી.