Home Bibles ગીતશાસ્ત્ર 78:25 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:25 · ગુજરાતી બાઇબલ

તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો! અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.

Cross references

નિર્ગમન 16:8

પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”

ગીતશાસ્ત્ર 103:20

તેમના હુકમનો અમલ કરનારાં અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો, તમે યહોવાને ધન્યવાદ આપો .

ગીતશાસ્ત્ર 105:40

જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં; અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.

માથ્થી 14:20

બધા જ લોકોએ ખાધુ અને ખૂબજ સંતુષ્ટ થયા. ખોરાકના બાકીના બચેલા ટૂકડાઓ શિષ્યોએ બાર ટોપલીઓમાં ભર્યા.

માથ્થી 15:37

દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ.

Interlinear

Choose Theme