Home Bibles ગીતશાસ્ત્ર 38:8 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 38:8 · ગુજરાતી બાઇબલ

હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું, હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.

Cross references

અયૂબ 3:24

જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ અને મારી ફરિયાદો બહાર પાણીની જેમ રેડાય છે.

અયૂબ 30:27

મારું અંતર ઉકળે છે. દુ:ખનો અંત આવતો નથી. અને પીડા હજી તો શરૂજ થઇ છે.

અયૂબ 30:28

હું સૂર્યના પ્રકાશ વિના, આખો વખત ઉદાસ અને ઉત્સાહ ભંગ રહું છું. જાહેર સભામાઁ ઊભો રહું છું અને મદદ માટે બૂમો પાડુઁ છું.

ગીતશાસ્ત્ર 22:1

હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?

ગીતશાસ્ત્ર 32:3

હું ભયંકર પાપી છું તેનો હું સ્વીકાર કરતો ન હતો, તે દિવસથી મારી વ્યથા વધી ગઇ અને મારા હાડકાં ર્જીણ થઇ ગયા.

યશાયા 59:11

આપણે બધા રીંછની જેમ ઘૂરકીએ છીએ, ને હોલાની જેમ કણીએ છીએ. આપણે ન્યાયને ઝંખીએ છીએ, પણ ન્યાય મળતો નથી, તારણની આશા રાખીએ છીએ, પણ તે અમારાથી દૂર રહે છે.

Interlinear

Choose Theme