હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
Cross references
ગાઝાનાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે, “સામસૂન ત્યાં આવ્યો છે,” એટલે તેઓ તેને ધેરી વળ્યા અને આખી રાત તેના બહાર આવવાની રાહ જોતા નગરના દરવાજે ટાંપીને તેને પકડવા માંટે બેસી રહ્યાં, આખી રાત એમ જ બેસી રહ્યાં. તેમણે વિચાર્યુ, “સવાર સુધી આપણે રાહ જોઈશું અને પછી તેને માંરી નાખીશું.”
દાઉદના ઘર પર નજર રાખવા સારુ શાઉલે સૈનિકો મોકલ્યા અને તેઓને જણાવ્યું કે સવારે દાઉદ ઘરની બહાર નીકળે કે તરત તેને માંરી નાખવો. પરંતુ દાઉદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો આજે રાત્રે તું નાસી નહિ જાય તો કાલે સવારે નણ્ી તું મૃત્યુ પામશે.”
હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું. મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.
યહોવા કહે છે, “હવે હું ઊભો થઇશ અને તમારું રક્ષણ કરવા આવીશ, કારણ કે ગરીબો લૂટાયા તેને લીધે તેઓ નિસાસા લઇ રહ્યાં છે. તેઓને જે સુરક્ષાની જરૂર છે તે હું તેમને આપીશ.”
તે મારા શત્રુઓથી મને છોડાવે છે. અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે. મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે.
સંકટનાં દિવસોમાં યહોવા તારી પ્રાર્થના સાંભળી તને ઉત્તર આપો; યાકૂબનાં દેવ, સર્વ પ્રકારની વિપત્તિમાં તારી રક્ષા કરો.
હે દેવ, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તારા શરણ આપ્યો છે, આ તોફાન શમી જાય ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો? શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
હે મારા દેવ, તમે મને દુષ્ટોના ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ, હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
મારા શત્રુઓથી તમે મારી રક્ષા કરો; સંતાવા માટે હું તમારે શરણે આવ્યો છું.
મારા પ્રત્યેની કૃપાથી તમે મારા શત્રુઓનો નાશ કરો; અને મારા આત્માને સતાવનારાઓનો સંહાર કરો; કારણકે હું તમારો સેવક છું.
આ પ્રકારના સર્વ લોકો ઉચ્ચસ્થાનોમાં રહેશે. પર્વતોના ખડકો તેઓની સુરક્ષાના કિલ્લા બનશે. તેઓને ખોરાક પૂરો પાડવામાં આવશે અને તેઓને પૂરતું પાણી મળી રહેશે.
દુશ્મનોની સત્તામાંથી બચાવશે. તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
જ્યારે હું દમસ્કમાં હતો, ત્યારે અરિતાસ રાજાનો હાકેમ મને કેદ કરવા માંગતો હતો. તેથી શહેરની આજુબાજુ તેણે રક્ષકો ગોઠવ્યા.
પરંતુ પ્રભુ મારાં પક્ષમાં ઊભો રહ્યો. બિન-યહૂદિઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું એ માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિનયહૂદિઓ તે સુવાર્તા સાંભળે એવી પ્રભુની ઈચ્છા હતી. સિંહ નાં મોઢાંમાથી મને બચાવી લેવામાં આવ્યો.