હે મારા દેવ, તમે મને દુષ્ટોના ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
Cross references
અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”
અહીથોફેલે આબ્શાલોમને કહ્યું, “આજે રાત્રે મને 12,000 માંણસો પસંદ કરવા દો. હું આજે રાત્રે જ દાઉદનો પીછો કરવા નીકળી પડીશ.
દાઉદ જયાં હશે, ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું. અને ઝાકળ જેમ જમીન પર પડે છે તેમ આપણે તેના ઉપર હુમલો કરીશું અને તેને કે તેના લશ્કરના એક પણ માંણસને આપણે જીવતો જવા નહિ દઈએ, અને દરેકને માંરી નાંખીશું.
તેમના ગયા પછી પેલા બે માંણસોએ કૂવામાંથી બહાર નીકળી રાજા દાઉદ પાસે જઈને કહ્યું, “ઝટ કરો, આજે રાત્રે જ યર્દન નદીની પાર જતા રહો!” અહીથોફેલે દાઉદને બંદીવાન કરી તેનો સંહાર કરવા જે સલાહ આપી હતી તે તેઓ તેને કહી સંભળાવી.
તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો. અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ, તેઓને પાડી નાખી પરાજીત કરી દો અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
હે દેવ, મારો ન્યાય કરો, અને મને નિદોર્ષ પુરવાર કરો. અને જે તમારો સંનિષ્ઠ અનુયાયી નથી તેવાથી મને બચાવો, તેવા ઠગ અને છેતરપીંડી કરનારા માણસથી મને બચાવો.
હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.
હે યહોવા, દુષ્ટ માણસોથી મને મુકત કરો; જુલમગારોથી તમે મારું સદા રક્ષણ કરો.