Home Bibles 1 શમુએલ 19:11 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 19:11 · ગુજરાતી બાઇબલ

દાઉદના ઘર પર નજર રાખવા સારુ શાઉલે સૈનિકો મોકલ્યા અને તેઓને જણાવ્યું કે સવારે દાઉદ ઘરની બહાર નીકળે કે તરત તેને માંરી નાખવો. પરંતુ દાઉદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો આજે રાત્રે તું નાસી નહિ જાય તો કાલે સવારે નણ્ી તું મૃત્યુ પામશે.”

Cross references

ન્યાયાધીશો 16:2

ગાઝાનાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે, “સામસૂન ત્યાં આવ્યો છે,” એટલે તેઓ તેને ધેરી વળ્યા અને આખી રાત તેના બહાર આવવાની રાહ જોતા નગરના દરવાજે ટાંપીને તેને પકડવા માંટે બેસી રહ્યાં, આખી રાત એમ જ બેસી રહ્યાં. તેમણે વિચાર્યુ, “સવાર સુધી આપણે રાહ જોઈશું અને પછી તેને માંરી નાખીશું.”

1 શમુએલ 20:31

જયાં સુધી યશાઇનો પુત્ર આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી ન કે તું કે તારું રાજય સ્થાપિત થશે. તેથી કોઇને મોકલ તો તેને માંરી પાસે લાવવા, કેમ કે તેને મરવાનું છે જ.”

ગીતશાસ્ત્ર 59:1

હે મારા દેવ, મારા શત્રુઓથી મારી રક્ષા કરો; અને મારી વિરુદ્ધ જેઓ ઊઠે છે, તેઓથી તમે મને ઉગારો.

Interlinear

Choose Theme