આપણા ઉત્સવોની નગરી યરૂશાલેમ તરફ નજર કર! ત્યાં તું સુરક્ષિત નિવાસસ્થાન જોવા પામશે, જે સ્થિર સ્થાવર તંબુ જેવું હશે, જેની ખીંટીઓ કદી ઉખેડવાની નથી, જેની દોરીઓ કદી તૂટવાની નથી.
Cross references
યહોવા તમાંરા દેવ તમાંરા કુળસમૂહો વચ્ચે એક ખાસ જગ્યા પસંદ કરશે. યહોવા તેમનું નામ ત્યાં મૂકશે. તે તેમનું ખાસ ઘર રહેશે. તમાંરે તેની ભકિત કરવા તે જગ્યાએ જ જવાનું છે.
“તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ.
દેવ સ્વયં તે નગરમાં વસે છે. દેવ પરોઢિયે તેની સહાય કરશે, તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.
ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો; જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.
સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; અને તેના બુરજોની ગણતરી કરો.
તેનો કોટ ધ્યાનથી જુઓ, તેના મહેલોની મુલાકાત લો; જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે, તેઓને કદી હલાવામાં આવશે નહિ તેઓ સદાકાળ ટકી રહેશે.
યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો.
યહોવા સિયોનના પર્વતને અને ત્યાં ભેગા થયેલા લોકો ને દિવસ દરમ્યાન વાદળ દ્વારા અને રાત દરમ્યાન જ્યોતિ અને ધુમાડાથી ભરી દેશે.
ત્યારે મારા લોકો શાંતિભર્યા દેશમાં અને સુરક્ષાભર્યા તંબુઓમાં નિશ્ચિંત થઇને રહેશે.
એટલે, આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ મુજબ છે:“તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે; તેમ તે એની સામે બાણ પણ નહિ છોડે, ઢાલ લઇને એની સામે નહિ આવે, તેમ એની સામે મોરચો પણ નહિ માંડે,
તારો તંબુ વિશાળ બનાવ, તારા તંબુના પડદા પહોળા કર, તેની દોરી ઠેઠ સુધી લંબાવ અને ખીલા બરાબર ઠોકી દે;
“ચારે તરફ દિવાલની લંબાઇ 18,000 હાથ છે, અને તે સમયથી શહેરને ‘યહોવા શામ્માહ’ નામ પડશે જેનો અર્થ છે, “યહોવા ત્યાં છે.”
હું તને કહું છું કે તું પિતર છે, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનુંજોર ચાલશે નહિ.
જે વિજય પ્રાપ્ત કરશે તે વ્યક્તિ મારા દેવનાં મદિરમાં સ્તંભ બનશે. જે વ્યકિત વિજય મેળવે છે તેને માટે હું તે કરીશ. તે વ્યક્તિ ફરીથી કદાપિ દેવનાં મંદિર ને છોડશે નહિ. હું મારા દેવનું નામ તે વ્યક્તિ પર લખીશ. અને મારા દેવના શહેરનું નામ તે વ્યક્તિ પર લખીશ. તે શહેર એ નવું યરૂશાલેમ છે. તે શહેર મારા દેવની પાસેથી આકાશમાંથી નીચે ઊતરે છે. હું તે વ્યક્તિ પર મારું નવું નામ પણ લખીશ.