Home Bibles ગીતશાસ્ત્ર 18:15 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 18:15 · ગુજરાતી બાઇબલ

પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ, સમુદ્રનાં તળિયાં દેખાયાઁ. તમારાં નસકોરાઁના શ્વાસથી ધરતીના પાયા ઉઘાડા થઇ ગયા.

Cross references

નિર્ગમન 15:8

યહોવા, તેં ક્રોધથી ફૂકેલા પવનથી ઊભા ઢગલા થઈ ગયા સાગરજળ. મોજાઓ જે હતા ઉછળતા અને વહેતા ઊભા અધવચ ભીત થઈ; સાગરની જેમ પાતાળની વચ્ચે; તે સમયે સાગરજળ ભેગા થયા.

યહોશુઆ 3:13

આખી પૃથ્વીના પ્રભુ યહોવાને કોશ યોજકો ઉપાડશે એટલે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને પાણી બંધની જેમ એકઠું થશે.”

1 શમુએલ 7:10

શમુએલ દહનાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇસ્રાએલની સાથે લડાઈ કરવા માંટે પાસે આવ્યા; પરંતુ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓને હરાવ્યા; તેઓ ઇસ્રાએલીઓ સામે હારીને ભાગી ગયા.

2 શમએલ 22:16

યહોવા ભારપૂર્વક બોલ્યા, જાણે એના નાક તણા ફૂંફાડે; પવન તેમના મોઢામાંથી બહાર ફૂંકાયો, સાગરનાં પાણી પાછા ઠેલાયા, સાગરના તળિયાં દેખાવા લાગ્યા, પૃથ્વીના પાયા હચમચી ગયા.

2 રાજઓ 19:7

જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ,ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; પછી હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નાખીશ.”

અયૂબ 4:9

દેવની એક ફૂંકથી જ તેઓ ઊડી જાય છે, તેમના એક કોપના ફૂંફાડા માત્રથી જ તેઓ ફેંકાઇ જાય છે.

અયૂબ 36:32

તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે અને જ્યાં તેને પાડવી હોય ત્યાં પડવાની આજ્ઞા કરે છે.

અયૂબ 38:4

જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો એ તો કહે કે

ગીતશાસ્ત્ર 74:15

તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી; નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો .

ગીતશાસ્ત્ર 76:6

હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.

ગીતશાસ્ત્ર 77:18

મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો; વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ. અને પૃથ્વી કંપી તથા ડોલી.

ગીતશાસ્ત્ર 92:10

પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.

ગીતશાસ્ત્ર 104:5

તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે, જેથી તે કદી ચલિત થાય નહિ.

ગીતશાસ્ત્ર 106:9

તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો, અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.

ગીતશાસ્ત્ર 144:6

વીજળી ચમકે અને મારા શત્રુઓ વિખેરાઇ જાય. તમારા “બાણ” ચલાવીને તેઓને વીધી મૂકો.

યશાયા 11:4

પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે.

યશાયા 30:27

જુઓ, અહીં યહોવા પોતે સાર્મથ્ય અને મહિમા સાથે દૂર દૂરથી આવે છે. તેનો ક્રોધ ભભૂકે છે, અને ધુમાડાના વાદળો પર ઊડે છે. તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે;

યશાયા 30:33

આશ્શૂરના રાજાને દફનાવવા માટે લાંબા સમયથી ખાડો તૈયાર રાખવામાં આવેલો છે, એને ખોદીને ઊંડો અને પહોળો કરેલો છે, એમાં પુષ્કળ લાકડાં ખડકેલાં છે; અને યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.

ચર્મિયા 31:37

જો ઉપરનું આકાશ માપી શકાય અને નીચેની ધરતીના તળીયાનો તાગ માપી શકાય, તો જ હું ઇસ્રાએલની સમગ્ર પ્રજાનો તેમણે જે કઇં કર્યું છે તે માટે તિરસ્કાર કરી શકું.” આ યહોવાના વચન છે.

યૂના 2:6

હું નીચે પર્વતોના મૂળ તરફ ગયો, પૃથ્વીએ સદા માટે મને બંધી કર્યો. તોપણ હે મારા દેવ, યહોવા તેઁ મને ઉંડી કબરમાંથી બહાર કાઢયો.

મીખાહ 6:2

હે પર્વતો તથા પૃથ્વીના અચલ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો, કારણકે તેમની ફરિયાદ પોતાના ઇસ્રાએલી લોકો વિરુદ્ધ છે, તે તેઓની સામે કાયદેસરના પગલાં ભરશે.

ઝખાર્યા 9:14

યહોવા તેઓને દેખાશે, અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે; યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.

Interlinear

Choose Theme