Home Bibles ગીતશાસ્ત્ર 104:5 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 104:5 · ગુજરાતી બાઇબલ

તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે, જેથી તે કદી ચલિત થાય નહિ.

Cross references

1 શમુએલ 2:8

યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.

અયૂબ 26:7

દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.

અયૂબ 38:4

જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો એ તો કહે કે

ગીતશાસ્ત્ર 24:2

તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે, અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.

ગીતશાસ્ત્ર 33:9

કારણ, તેઓ બોલ્યા અને સૃષ્ટિ ઉત્પન્ન થઇ; અને તેમણે આજ્ઞા કરી અને તે સ્થિર થઇ.

ગીતશાસ્ત્ર 93:1

યહોવા રાજ કરે છે, ભવ્યતા અને સાર્મથ્યને તેણે વસ્રોની જેમ ધારણ કર્યા છે તેણે જગતને તેવી રીતે પ્રસ્થાપિત કર્યુ છે કે તે અચળ રહેશે.

ગીતશાસ્ત્ર 96:10

પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે, તેથી તેનો વિનાશ થશે નહિ. બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.

ગીતશાસ્ત્ર 119:90

તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.

ગીતશાસ્ત્ર 136:6

જેણે પાણી પર ભૂમિને વિસ્તારી છે, તેની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

નીતિવચનો 8:29

જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી. અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.

સભાશિક્ષક 1:4

એક પેઢી જાય છે, અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે. એનાથી કોઇ ફેર પડતો નથી.

2 પિતરનો પત્ર 3:10

પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે.

પ્રકટીકરણ 6:14

આકાશના ભાગલા પડ્યા હતા. તે ઓળિયાની પેઠે વીંટાઇ ગયું અને દરેક પહાડ અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામા આવ્યાં.

પ્રકટીકરણ 20:11

પછી મેં એક મોટું શ્વેત રાજ્યાસન જોયું. એક જે રાજ્યાસન પર બેઠો હતો તેને મેં જોયો. પૃથ્વી અને આકાશ તેનાથી દૂર જતાં રહ્યા; અને અદશ્ય થઈ ગયા.

Interlinear

Choose Theme