Home Bibles અયૂબ 36:32 · ગુજરાતી બાઇબલ
અયૂબ 36:32 · ગુજરાતી બાઇબલ

તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે અને જ્યાં તેને પાડવી હોય ત્યાં પડવાની આજ્ઞા કરે છે.

Cross references

નિર્ગમન 10:21

પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથોને આકાશ તરફ ફેલાવ. એટલે ગાઢ અંધકાર મિસર દેશને ઢાંકી દેશે, એ અંધકાર એટલો બધો ગાઢ હશે કે તમે તેને સ્પર્શ કરીને અનુભવી શકશો.”

અયૂબ 26:9

દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.

અયૂબ 37:12

દેવ વાદળોને આખી પૃથ્વી પર વિખેરાઇ જવાનો આદેશ આપે છે. વાદળો દેવની આજ્ઞા પ્રમાણે કરે છે.

અયૂબ 37:15

દેવ વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણે છે?

અયૂબ 38:35

શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો? એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’ તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?

ગીતશાસ્ત્ર 18:11

તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે. અને પોતાના માર્ગને મેઘજળનાં ગાઢ વાદળોથી ઢાંકી દીધેલ છે.

ગીતશાસ્ત્ર 18:15

પછી હે યહોવા, તમારી આજ્ઞાથી, જુઓ, સમુદ્રનાં તળિયાં દેખાયાઁ. તમારાં નસકોરાઁના શ્વાસથી ધરતીના પાયા ઉઘાડા થઇ ગયા.

ગીતશાસ્ત્ર 135:7

તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે; અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે; તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે; પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.

ગીતશાસ્ત્ર 147:8

તે આકાશને વાદળોથી ઢાંકે છે; પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે; તે પહાડો પર ઘાસ ઉગાડે છે.

ગીતશાસ્ત્ર 148:8

અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:20

ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ. તોફાન ઘણું ખરાબ હતું. અમે જીવતા રહેવાની બધી આશા ગુમાવી હતી. અમે વિચાર્યુ અમે મરી જઈશું.

Interlinear

Choose Theme