Home Bibles ગીતશાસ્ત્ર 119:27 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:27 · ગુજરાતી બાઇબલ

તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો, જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.

Cross references

ઊત્પત્તિ 24:63

એક દિવસ સાંજે તે ખેતરમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં દેખાયાં.

નિર્ગમન 13:14

“ભવિષ્યમાં તમાંરાં બાળકો કદાચ પૂછશે કે, ‘આનો અર્થ શો? તમે આ કેમ કરો છો?’ ત્યારે તમાંરે કહેવું કે, ‘પોતાના બાહુબળથી યહોવા અમને મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા.

યહોશુઆ 4:6

આ પથ્થરો હંમેશા તમાંરા માંટે સંકેત બનશે અને જ્યારે તમાંરાં સંતાનો પૂછશે, ‘આ સ્માંરક શા માંટે છે?’

ગીતશાસ્ત્ર 71:17

હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.

ગીતશાસ્ત્ર 77:13

હે યહોવા, તમારા માગોર્ પવિત્ર છે, તમારા જેવા મહાન કોઇ દેવ નથી!

ગીતશાસ્ત્ર 78:4

યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો, તેમનું પરાક્રમ અને આશ્ચર્યકમોર્ આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ; આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.

ગીતશાસ્ત્ર 105:2

યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.

ગીતશાસ્ત્ર 111:4

દેવે તેના ચમત્કારોને અવિસ્મરણીય સ્મૃતિ બનાવી દીધાં છે. યહોવા દયાળુ અને કૃપાથી ભરપૂર છે.

ગીતશાસ્ત્ર 145:5

હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ; હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.

પ્રેરિતોનાં ક્રત્યો 2:11

આમ આપણે જુદા જુદા દેશોના છીએ. પણ આપણે આ માણસને આપણી પોતાની ભાષામાં સાંભળીએ છીએ! તેઓ દેવના જે કંઈ મોટાં કામો વિષે કહે છે તે આપણે બધા સમજી શકીએ છીએ.”

પ્રકટીકરણ 15:3

તેઓએ દેવના સેવક મૂસાનું અને હલવાનનું ગીત ગાયું:“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારાં કાર્યો મહાન તથા અદભૂત છે. હે યુગોના રાજા તારા માર્ગો ન્યાયી અને સત્ય છે.

Interlinear

Choose Theme