ગીતશાસ્ત્ર 119:171 · ગુજરાતી બાઇબલ
મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
Cross references
ગીતશાસ્ત્ર 50:23
જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માગેર્ ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારંુ તારણ બતાવીશ.”
ગીતશાસ્ત્ર 51:15
હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો; એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે.
ગીતશાસ્ત્ર 71:17
હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.
ગીતશાસ્ત્ર 71:23
હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે, અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.
ગીતશાસ્ત્ર 94:12
હે યહોવા, તમે જેને શિસ્તમાં રાખો છો અને તમારા નિયમશાસ્ત્ર શીખવો છો, તેઓને આશીર્વાદ મળેલા છે.
ગીતશાસ્ત્ર 119:7
તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ; ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.