Home Bibles ગીતશાસ્ત્ર 119:140 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:140 · ગુજરાતી બાઇબલ

તમારા શબ્દો તદૃન નિર્મળ છે; અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.

Cross references

ગીતશાસ્ત્ર 12:6

યહોવાના શબ્દો સાત વખત ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

ગીતશાસ્ત્ર 12:7

હે યહોવા, તેઓને સંભાળજો; આ દુષ્ટ પેઢીથી તેમને સદાય બચાવજો.

ગીતશાસ્ત્ર 18:30

દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.

ગીતશાસ્ત્ર 19:8

યહોવાના વિધિઓ યથાર્થ છે. તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે. યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે. જે આંખોને પ્રકાશ આપે છે.

ગીતશાસ્ત્ર 119:47

તમારા નિયમો મને બહુ પ્રિય છે; તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.

ગીતશાસ્ત્ર 119:128

તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું ; અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

નીતિવચનો 30:5

દેવનું પ્રત્યેક વચન પરખેલું છે; જેઓ તેમનામાં આશ્રય શોધે છે તેમના માટે તે ઢાલ છે.

રોમનોને પત્ર 7:12

આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે.

રોમનોને પત્ર 7:16

ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે.

રોમનોને પત્ર 7:22

દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું.

1 પિતરનો પત્ર 2:2

નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધ (શિક્ષણ) માટે ભૂખ્યા રહી આતુર બનો. આનું પાન કરવાથી તમારો વિકાસ અને તારણ થશે.

2 પિતરનો પત્ર 1:21

ના! કોઈ પણ ભવિષ્યવચન કદાપિ કોઈપણ વ્યક્તિની સ્વેચ્છાથી પ્રગટ થયેલ નથી. પરંતુ લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના વચન બોલ્યાં.

Interlinear

Choose Theme