Home Bibles નીતિવચનો 30:5 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 30:5 · ગુજરાતી બાઇબલ

દેવનું પ્રત્યેક વચન પરખેલું છે; જેઓ તેમનામાં આશ્રય શોધે છે તેમના માટે તે ઢાલ છે.

Cross references

ઊત્પત્તિ 15:1

આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”

2 શમએલ 22:31

દેવનો માંર્ગ સંપૂર્ણ ર્છ, દેવની વાણી સત્ય છે; જે કોઈ તેમનામાં વિશ્વાસ રાખે છે, તેનુ હંમેશા રક્ષણ થશે.

ગીતશાસ્ત્ર 3:3

પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો; તમે મારું ગૌરવ છો; શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.

ગીતશાસ્ત્ર 12:6

યહોવાના શબ્દો સાત વખત ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી જેવા સાચા અને પવિત્ર છે.

ગીતશાસ્ત્ર 18:30

દેવનો માર્ગ તો પરિપૂર્ણ છે અને યહોવાનો શબ્દ પરખેલો છે; જેઓ તેના પર ભરોસો રાખે છે તે સઘળાની તે ઢાલ છે.

ગીતશાસ્ત્ર 18:31

કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે? તેનંા વિના ખડક સમાન બીજું કોણ છે?

ગીતશાસ્ત્ર 19:8

યહોવાના વિધિઓ યથાર્થ છે. તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે. યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે. જે આંખોને પ્રકાશ આપે છે.

ગીતશાસ્ત્ર 84:11

કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.

ગીતશાસ્ત્ર 91:2

હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે, હું તમારો વિશ્વાસ કરું છું.”

ગીતશાસ્ત્ર 115:9

હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો. તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.

ગીતશાસ્ત્ર 119:140

તમારા શબ્દો તદૃન નિર્મળ છે; અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.

ગીતશાસ્ત્ર 144:2

તે મારો ગઢ છે; મારો કિલ્લો છે; મારું સાર્મથ્ય અને મારી સુરક્ષા છે; તે મારા રક્ષક છે; તે મારા લોકોને મારે તાબે કરે છે. યહોવા મારો સાચો પ્રેમ છે.

નીતિવચનો 29:25

વ્યકિતનો ભય એ છટકું છે, પણ જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.

રોમનોને પત્ર 7:12

આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે.

યાકૂબનો 3:17

પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.

Interlinear

Choose Theme