તમારા નિયમો મને બહુ પ્રિય છે; તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
Cross references
હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી.
યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે. તે આત્માને તાજગી આપે છે. યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે. તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
યહોવાની સ્તુતિ થાઓ! જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે. અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
હું તમારા વિધિઓને માનું છું; હું તેમને ભૂલી જઇશ નહિ.
હું તમારા નિયમોને માનું છું. અને હા, તેઓ મારા સલાહકારો પણ છે.
હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું ધિક્કારું છું. પણ હું તમારા નિયમોને ચાહું છું.
તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
જ્યારે હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.
તમારા શબ્દો તદૃન નિર્મળ છે; અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.
હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું, તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
3હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
હું તમારા સાક્ષ્યોને અનુસર્યો અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું; તમારો નિયમ એ જ મારો આનંદ છે.
ઈસુએ કહ્યું, “જેણે મને મોકલ્યો છે, તેની ઈચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારું અન્ન છે.
આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે.
ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે.
દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું.
તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ.
પણ તમને આહવાન આપવામા આવ્યું છે. ખ્રિસ્તે તમને એક નમૂનો આપ્યો. તેણે જે કર્યું તેને અનુસરો. જ્યારે તમે દુ:ખી થાઓ, ત્યારે ધીરજ રાખો કારણ કે ખ્રિસ્ત તમારા માટે દુ:ખી થયો હતો.