Home Bibles ગીતશાસ્ત્ર 119:14 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:14 · ગુજરાતી બાઇબલ

સંપત્તિ કરતાં તમારા નિયમોમાં મને વધુ આનંદ મળે છે.

Cross references

અયૂબ 23:12

તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.

ગીતશાસ્ત્ર 19:9

યહોવા માટેનો ભય શુદ્ધ અને અનાદિ છે. યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે. તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.

ગીતશાસ્ત્ર 112:1

યહોવાની સ્તુતિ થાઓ! જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે. અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.

ગીતશાસ્ત્ર 119:47

તમારા નિયમો મને બહુ પ્રિય છે; તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.

ગીતશાસ્ત્ર 119:72

હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.

ગીતશાસ્ત્ર 119:77

હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો, તમારો નિયમ એ જ મારો આનંદ છે.

ગીતશાસ્ત્ર 119:111

હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ, તે મારા હૃદયનો આનંદ છે.

ગીતશાસ્ત્ર 119:127

જ્યારે હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.

ગીતશાસ્ત્ર 119:162

જેમ કોઇકને મોટો ખજાનો મળે તેમ તમારા વચન મને રાજી કરે છે.

ચર્મિયા 15:16

તમારા વચનો મને ટકાવી રાખ્યો છે; મારા ભૂખ્યા આત્માનું તે ભોજન છે, તે મારા દુ:ખી હૃદયને આનંદિત અને હષિર્ત કરે છે. હે સૈન્યોના દેવ યહોવા, તમારું નામ ધારણ કરીને હું કેટલો ગર્વ અનુભવું છું.

માથ્થી 13:44

“આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.

પ્રેરિતોનાં ક્રત્યો 2:41

પછી જે લોકોએ પિતરે કહ્યું હતું તેમાં વિશ્વાસ કર્યો તેઓ બાપ્તિસ્મા પામ્યાં. તે દિવસે આશરે 3,000 લોકો વિશ્વાસીઓના સમૂહમાં ઉમેરાયા.

Interlinear

Choose Theme