હું તમારા શાસનોની ચર્ચા કરું છું, હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
Cross references
એક દિવસ સાંજે તે ખેતરમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં દેખાયાં.
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
સરદારો પણ આસનો પર બેઠાબેઠા મારી વિરુદ્ધ બોલતા હતા; પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
ભલે અભિમાનીઓ લજ્જા પામો; તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે. છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ. અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.
તમારાં વચનો માટે મને ઉત્સુકતા છે; હું મારું મો ઉઘાડીને તલપી રહ્યો છું.
તારા વચનનું મનન કરવા માટે; મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
પરંતુ ખરેખર સુખી માણસ તો એ વ્યક્તિ છે જે ધ્યાનપૂર્વક સંપૂર્ણ નિયમનો અભ્યાસ કરે છે કે જે લોકોને મુક્ત કરે છે. અને તે તેનો અભ્યાસ ચાલુ રાખે છે. તેણે જે સાંભળેલું છે તે ભૂલતો નથી. તે દેવનાં વચનોને સાંભળે છે. પછી તે દેવ જે શિક્ષણ આપે છે તેને અનુસરે છે. અને આમ કરવાથી તે તેની જાતને સુખી બનાવે છે.