તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો; ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.
Cross references
ભૂતકાળમાં તેં વાવણી કરી હતી અને તે મોટા પ્રમાંણમાં ઊગી હતી. પરંતુ હવે તું એ જમીનને ખેડીશ ત્યારે એ તને પાક નહિ આપે; તારે પૃથ્વી પર રઝળતાં રખડતાં ફરવું પડશે.”
તે માંટે યોઆબ અને તેનું કુટુંબ દોષિત છે, જે માંટે તેનાં સંતાનોને ઘાતકી રોગ થશે. અથવા રકતપિત્તના ભોગ બનશે અથવા અપંગ થશે અથવા ભૂખમરાથી મૃત્યુ પામશે કે પછી તરવારના ઘાથી મૃત્યુ પામશે!”
એથી નામાંનનો કોઢ તને અને તારા વંશજોને કાયમનો વળગશે.”તે ક્ષણે જ ગેહઝીને તરત જ કોઢ ફૂટી નીકળ્યો, અને તેની ચામડી હિમ જેવી સફેદ થઈ ગઈ અને તે એલિશાથી દૂર ચાલ્યો ગયો.
તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.
તેઓ આખી રાત વસ્રો વિના ઉઘાડા સૂઇ જાય છે. ઠંડીમાં ઓઢવા માટે એમની પાસે કાઇં હોતું નથી.
જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.
ખાવા માટે કંઇ ન હોવાને કારણે તેઓ ભૂખ્યા રહે છે. તેથી તેઓ રણની સૂકી ધૂળ ખાય છે.
હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું. છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
તેઓ ખાવા સારું ખોરાક માટે રખડે છે, તેઓને સંતોષ ન થાય ત્યારે ઘૂરકે છે.
પોતાના માળામાંથી હાંકી કઢાયેલા પંખીઓની જેમ મોઆબના લોકો આનોર્ન નદી પાર કરવાના માર્ગે આમતેમ ભટકે છે.