Home Bibles અયૂબ 5:4 · ગુજરાતી બાઇબલ
અયૂબ 5:4 · ગુજરાતી બાઇબલ

તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી.

Cross references

નિર્ગમન 20:5

તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.

અયૂબ 1:19

પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”

અયૂબ 4:10

દુષ્ટો બરાડા પાડે છે અને સિંહની જેમ ઘુરકે છે. પરંતુ દેવ દુષ્ટોને મૂંગા કરી દે છે, અને તેઓના દાંત તોડી નાખે છે.

અયૂબ 8:4

જો તારા સંતાનોએ તેમની વિરૂદ્ધ પાપ કર્યા હશે, તો તેણે તેમને તે માટે સજા કરી છે.

અયૂબ 10:7

તમે સારી રીતે જાણો છો કે હું નિદોર્ષ છું. તમે જાણો છો કે તમારા હાથમાંથી મને કોઇ બચાવી શકે તેમ નથી.

અયૂબ 18:16

તેની નીચેથી મૂળીયાં સડી જાય છે, તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે.

અયૂબ 27:14

જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.

ગીતશાસ્ત્ર 7:2

રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

ગીતશાસ્ત્ર 109:9

તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ; અને તેની પત્ની વિધવા, થાઓ.

ગીતશાસ્ત્ર 109:10

તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો; ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.

ગીતશાસ્ત્ર 119:155

દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે; કારણકે તે તમારા નિયમો શોધતા નથી.

ગીતશાસ્ત્ર 127:5

જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે ત્યારે તે પરાજ્જિત નહિ થાય. કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

આમોસ 5:12

કારણકે તમારાં પાપો ઘણા છે અને ખૂબ ત્રાસદાયક છે. હું જાણું છું કે જે ન્યાયના માર્ગને અનુસરે છે, તેને હેરાન કરો છો, ને તમે લાંચ લો છો અને ગરીબને ન્યાયાલયમાં ન્યાયથી વંચિત રાખો છો.

લૂક 13:4

પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા?

Interlinear

Choose Theme