Home Bibles નીતિવચનો 6:9 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 6:9 · ગુજરાતી બાઇબલ

ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ?

Cross references

ગીતશાસ્ત્ર 94:8

હે મૂર્ખ લોકો, ડાહ્યાં થાઓ! ઓ અજ્ઞાની લોકો તમે ક્યારે ડાહ્યાં થશો?

નીતિવચનો 1:22

“હે ભોળિયાઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ટિખળી લોકો, તમે ક્યાં સુધી ટિખળ કરવામાં આનંદ મેળવશો? ઓ મૂર્ખાઓ, ક્યાં સુધી તમે જ્ઞાનનો તિરસ્કાર કરશો?

નીતિવચનો 19:15

આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ વ્યકિતને ભૂખ વેઠવી પડે છે.

નીતિવચનો 24:33

થોડું ઊંઘો, થોડું ઘોરો, હાથ જોડીને થોડો આરામ કરો.

નીતિવચનો 26:14

જેમ બારણું તેનાઁ મિજાગરાઁ પર ફરે છે, તેમ આળસુ પથારીમાં ફર્યા કરે છે.

સભાશિક્ષક 4:5

મૂર્ખ કામ કરતા નથી અને પોતાની જાત પર બરબાદી લાવે છે.

ચર્મિયા 4:14

હે યરૂશાલેમ, તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે, તો કદાચ તું બચી જાય, તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ?

યોહાન 1:6

ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો.

રોમનોને પત્ર 13:11

આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે.

એફેસીઓને પત્ર 5:14

અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે.” તેથી જ અમે કહીએ છીએ:“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ! મૃત્યુમાંથી ઊભો થા, ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.”

1 થેસ્સલોનિકીઓને 5:2

તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે.

Interlinear

Choose Theme