Home Bibles 1 થેસ્સલોનિકીઓને 5:2 · ગુજરાતી બાઇબલ
1 થેસ્સલોનિકીઓને 5:2 · ગુજરાતી બાઇબલ

તમે સારી રીતે જાણો છે કે એ દિવસ કે જ્યારે પ્રભુ આવશે ત્યારે એક ચોર રાતે આવે છે તે રીતે તે આવશે.

Cross references

યહોશુઆ 11:7

આથી યહોશુઆ અને તેના માંણસોનું સૈન્ય એકાએક મેરોમ સરોવર આગળ આવીને તેમના ઉપર તૂટી પડ્યું.

ચર્મિયા 23:20

તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો.

માથ્થી 24:42

“એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી.

માથ્થી 25:13

“તેથી હંમેશા તૈયાર રહો, તમને ખબર નથી, માણસનો દીકરો ક્યા દિવસે અને ક્યા સમયે આવશે.

માર્ક 13:34

“એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે.

લૂક 12:39

“આ યાદ રાખો, ઘરનો ધણી જો જાણતો હોત કે ક્યા સમયે ચોર આવશે તો પછી ધણી ચોરને તેના ઘરમાં ઘૂસવા દેત નહિ.

1 કરિંથીઓને 1:8

અંત સુધી હરહંમેશ ઈસુ તમને સક્ષમ રાખશે. તે તમને સુદઢ રાખશે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનના દિવસે તમારામાં કોઈ ક્ષતિ ન રહે.

2 પિતરનો પત્ર 3:10

પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે.

પ્રકટીકરણ 3:3

તેથી તને જે મળ્યુ છે અને તેં જે સાંભળ્યુ છે, તેને યાદ કર અને તેને અનુસર. ને પસ્તાવો કર. તારે જાગૃત થવું જોઈએ. અથવા હું તારી પાસે આવીશ અને તને ચોરની જેમ નવાઈ પમાડીશ. હું ક્યારે આવીશ તે તને માલૂમ પડશે નહિ.

પ્રકટીકરણ 16:15

“ધ્યાનથી સાંભળ! અચાનક એક ચોર આવે છે, તેવી રીતે હું આવું છું. તે વ્યક્તિને ધન્ય છે જે તેનાં વસ્ત્રો તેની પાસે રાખે છે અને જાગૃત રહે છે. જેથી તેને વસ્ત્રો વિના બહાર જવું ન પડે. અને લોકો એવું તો નહિ જુએ કે જે જોવાથી તેમને શરમાવું પડે.”

Interlinear

Choose Theme