આકાશમાં કોણ ચડ્યો છે, અને પાછો નીચે ઊતર્યો છે? કોણે હવાને મૂઠ્ઠીમાં બાંધી રાખી છે? કોણે પાણીને પોતાના ઝભ્ભામાં બાંધ્યું છે? પૃથ્વીની સીમાઓ બધી કોણે સ્થાપી છે? જો તું જાણતો હોય, તો તેનું નામ શું છે? અને તેના પુત્રનું નામ શું છે?
Cross references
પછી યાકૂબે પેલાને પૂછયું, “કૃપા કરીને મને જરા તમાંરું નામ કહેશો?”પરંતુ પેલી વ્યકિતએ કહ્યું, “તું માંરું નામ શા માંટે પૂછે છે?” અને પછી તે સમયે પેલી વ્યકિતએ યાકૂબને આશીર્વાદ આપ્યા.
મૂસાએ દેવને કહ્યું, “હું ઇસ્રાએલના લોકો પાસે જાઉં અને કહું કે, ‘તમાંરા પિતૃઓના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેનું નામ શું છે?’ તો માંરે તેમને શો જવાબ આપવો?”
“એ હું યહોવા છું જે ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સમક્ષ પ્રગટ થયો હતો; તેમણે મને એલ શદાય (સર્વસમર્થ દેવ) કહ્યો. પરંતુ મેં માંરું યહોવા નામ તેમને જણાવ્યું નહોતું.
પછી યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ઊભા રહ્યા. અને પોતાનું નામ ‘યહોવા’ જાહેર કર્યુ.
“આ પુસ્તકમાં નિયમના લખેલ એકેએક શબ્દો તમે નહિ પાળો અને તમાંરા દેવ યહોવાના મહિમાંવંત અને ભયજનક નામનો નકાર કરશો,
આ નિયમો આકાશમાં ઉંચે નથી કે તમે કહો કે, ‘કોણ એટલું ઉપર જશે અને આપણા માંટે તે લાવશે, કે જેથી આપણે તે સાંભળી તેનું પાલન કરીએ.’
યહોવાના દેવદૂતે તેને કહ્યું, “માંરું નામ જાણીને તમને શું મળશે? તમે તે સમજી શકશો નહિ.”
અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે? તું સર્વસમથઁ દેવને સમજી શકતો નથી.
તું સ્વર્ગની બાબત કાંઇ કરી શકશે નહિ. શેઓલ બાબતે તું કાંઇ જાણતો નથી.
એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી.
જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો એ તો કહે કે
મને સાંભળો, ઓ લોકો, હું તમને યહોવાના ઠરાવ વિષે કહીશ. યહોવાએ મને કહ્યુ, “તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા થયો છુ.”
ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે. ભલે રાષ્ટોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે, અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.
જ્યારે તે ઉંચાઇ પર જાય છે, તે બંદીવાનોની કૂચને ઘેરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસોપાસેથી ભેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
તમે પ્રકાશથી વિંટળાયેલા છો, અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
એટલે યહોવા પોતે તમને એંધાણી બતાવશે:જુઓ, એક કુમારીને ગર્ભ રહ્યો છે, અને તે એક પુત્રને જન્મ આપશે. અને તેનું નામ ‘ઇમ્માનુએલ’ એટલે કે આપણી સાથે દેવ એવું પડશે.
કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”
સમુદ્રના જળને ખોબામાં લઇને કોણે માપ્યાં છે અને આકાશને કોણે પોતાના વેંતથી માપ્યું છે? સમગ્ર પૃથ્વીનું તથા પર્વતો અને ટેકરીઓનું વજન ત્રાજવાના પલ્લામાં કોણે તોળ્યુ છે?
તેને જુલમથી પકડવામાં આવ્યો, ને તેનો ન્યાય તોળીને તેને લઇ ગયા, તેનું શું થયું તેનો વિચાર સરખો કોઇએ કર્યો નહિ, જીવતાં માણસોની દુનિયામાંથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો, મારા લોકોના ગુનાઓ માટે તેને ઘાયલ કરી નાખવામાં આવ્યો.
તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.”
તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુપાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”
મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.
“મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણેછે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.”
ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે.”
પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો Њ ‘ઉપર આકાશમાં કોણ જશે?”‘ (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?”
તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે, “તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો, અને લોકોને દાન આપ્યાં.” ગીતશાસ્ત્ર 68:18
તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે.