Home Bibles ☰ Books નિર્ગમન 34:5 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 34:5 · ગુજરાતી બાઇબલ

પછી યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ઊભા રહ્યા. અને પોતાનું નામ ‘યહોવા’ જાહેર કર્યુ.

Cross references

નિર્ગમન 19:18

અગ્નિરૂપે યહોવા સિનાઈ પર્વત ઉપર ઊતર્યા, એટલે આખો પર્વત બહુ કંપ્યો. તે ઘુમાંડો ભઠ્ઠીના ઘુમાંડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી ધ્રૂજવા લાગ્યો.

નિર્ગમન 33:9

મૂસા જયારે માંડવા પ્રવેશ કરતો એટલે વાદળનો થંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવા મૂસા સાથે વાત કરતા.

નિર્ગમન 33:19

યહોવાએ કહ્યું, “હું માંરી સંપૂર્ણ ભલમનસાઈ તને દેખાડીશ, અને તારી સમક્ષ માંરું નામ ‘યહોવા દેવ’ તરીકે જાહેર કરીશ. હું જેને પસંદ કરીશ એ લોકો પર દયા અને કરુણા વરસાવીશ.”

ગણના 11:17

હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”

ગણના 11:25

ત્યારબાદ યહોવા વાદળમાંથી ઊતરી આવ્યા અને મૂસા સાથે વાત કરી, પછી તેમણે મૂસાને જે આત્માં આપ્યો હતો તે લઈ અને તે સિત્તેર વડીલોને આપ્યો એટલે તેઓનામાં આત્માંનો સંચાર થયો. એટલે થોડા સમય સુધી પ્રબોધકના જેવા ભાવાવેશમાં પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યુ નહિ.

ગણના 14:17

“એટલે માંરી તમને વિનંતી છે કે, જેમ તમે કહ્યું હતું તેમ તમાંરું સાર્મથ્ય બતાવો.

પુનર્નિયમ 32:3

હું યહોવાની મહાનતા પ્રગટ કરીશ આવો, આવો, અને તેની મહાનતા ગાઓ.

1 રાજઓ 8:10

જુઓ, જયારે યાજકો યહોવાના મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાનું મંદિર વાદળ વડે ભરાઈ ગયું!

ગીતશાસ્ત્ર 102:21

પછી સિયોનનાં લોકો યહોવાનું નામ જાહેર કરે છે અને તેઓ યરૂશાલેમમાં તેમની સ્તુતિ કરશે.

નીતિવચનો 18:10

યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.

યશાયા 1:10

હે યરૂશાલેમના રાજકર્તાઓ અને પ્રજાજનો, તમે સદોમના અને ગમોરાના રાજકર્તાઓ અને પ્રજાજનો જેવા થઇ ગયા છો. તમે યહોવાની વાણી સાંભળો, આપણા દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે કાને ધરો.

લૂક 9:34

જ્યારે પિતર આ બોલતો હતો ત્યારે તેઓની આજુબાજુ એક વાદળ આવ્યું. પિતર, યાકૂબ અને યોહાન ગભરાઇ ગયા. જ્યારે વાદળોએ તેઓને ઢાંકી દીધા.

Interlinear

Choose Theme