ખૂન માટે દોષી વ્યકિત કબર તરફ આગળ વધશે, કોઇ તેને મદદ કરશો નહિ.
Cross references
ભૂતકાળમાં તેં વાવણી કરી હતી અને તે મોટા પ્રમાંણમાં ઊગી હતી. પરંતુ હવે તું એ જમીનને ખેડીશ ત્યારે એ તને પાક નહિ આપે; તારે પૃથ્વી પર રઝળતાં રખડતાં ફરવું પડશે.”
“દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.
“પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી માંરી નાખે; તો તેને માંરી વેદી આગળથી પણ લઈ જઈને મૃત્યુદંડ આપવો.”
ત્રણ યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાનમાં.
“પરંતુ જો કોઈ વ્યકિત પોતાના પડોશીની ઇર્ષ્યા કરે કે દ્વેષ રાખે અને લાગ તાકીને છુપાઈ રહે અને તેને તક મળતાં તેના પડોશીની હત્યા કરી નાખે અને પછી આ ત્રણ નગરોમાંથી કોઈ એકમાં આશ્રય લે,
તે સમય દરમ્યાન આબ્શાલોમ ભાગી ગયો. નગરના પહેરેદારોએ લોકોનું એક મોટું ટોળું ટેકરીની બીજી બાજુથી આવતું જોયું. તેણે રાજાને સમાંચાર આપ્યા કે, કેટલાક માંણસો હોરાનાઈમની દિશામાંથી ટેકરો ઊતરતા જણાય છે.
પછી યોઆબના દસ અંગરક્ષકોએ આબ્શાલોમને ઘેરી લઈ, ઘા કરીને તેને પૂરો કર્યો,
રાજા સુલેમાંનને સમાંચાર મળ્યા કે, “યોઆબ યહોવાના પવિત્રમંડપમાં ભાગી ગયો છે, અને ત્યાં વેદી પાસે છે. ત્યારે સુલેમાંને યહોયાદાના પુત્ર બનાયાને મોકલીને કહ્યું કે, “જા, તેને પૂરો કર.”
તારે તેને આ પ્રમાંણે કહેવું, આ યહોવાનાં વચન છે; ‘તેં તારા વેરીનું ખૂન તો કર્યુ છે અને હવે તું તેની મિલકત પચાવી પાડે છે? આ યહોવાનાં વચન છે: જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટયું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.”‘
“યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે.
“ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમંા ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”
પરંતુ તેઓ બધા તેની વિરૂદ્ધ એક થઇ ગયા અને રાજાના હુકમથી તેમણે તેને મંદિરના પ્રાંગણમાં તેના પર પથ્થર ફેકીને મારી નાખ્યો.
યહૂદાએ કહ્યું, “મેં પાપ કર્યુ છે, મે એક નિર્દોષ માણસને મારી નાખવા આપ્યો છે.”યહૂદી આગેવાનોએ ઉત્તર આપ્યો, “અમને કોઈ ચિંતા નથી! તે પ્રશ્ન તારો છે. અમારો નથી.”
ટાપુ પર લોકોએ પાઉલના હાથ પર સાપને લટકતો જોયો. તેઓએ કહ્યું, “આ માણસ એક ખૂની હોવો જોઈએ. તે સમુદ્ધમાં મૃત્યુ પામ્યો નહિ, પણ ન્યાય તેને જીવતો રહેવા દેવા ઈચ્છતો નથી.”