Home Bibles ☰ Books 1 રાજઓ 21:23 · ગુજરાતી બાઇબલ
1 રાજઓ 21:23 · ગુજરાતી બાઇબલ

“યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે.

Cross references

1 રાજઓ 18:45

દરમ્યાન આકાશ વાદળથી કાળું થઈ ગયું, પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને ધોધમાંર વરસાદ વરસ્યો. આહાબ રથમાં બેસી ગયો અને યિઝએલ જવા માંટે નીકળી પડ્યો.

1 રાજઓ 21:25

આહાબ જેવું બીજું કોઈ નહોતું. દેવની દૃષ્ટિમાં જે પાપ હતું તે કરવા માંટે સંપૂર્ણ રીતે તે સમપિર્ત થઈ ગયો હતો, કેમકે તેની પત્ની ઈઝેબેલ સર્વ પ્રકારની દુષ્ટતા કરવા તેને ઉત્તેજન આપતી હતી.

2 રાજઓ 9:10

યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.”‘ પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.

2 રાજઓ 9:30

યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી.

2 રાજઓ 9:36

તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે;

Interlinear

Choose Theme