Home Bibles નીતિવચનો 25:11 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 25:11 · ગુજરાતી બાઇબલ

પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.

Cross references

1 શમુએલ 25:35

ત્યાર પછી દાઉદે તેને માંટે અબીગાઈલ જે લાવી હતી તેનો સ્વીકાર કર્યો અને કહ્યું, “નચિંત થઈને શાંતિથી પાછી ઘરે જા, મેં તારી વાત સાંભળી છે, અને હું તારી વિનંતી માંન્ય રાખું છું.”

અયૂબ 4:4

તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને જેં લોકો પોતાની જાતે પગભર નથી તેમને તેં પ્રબળ કર્યા છે.

નીતિવચનો 15:23

પોતાના હાજરજવાબીપણાથી વ્યકિત ખુશ થાય છે; યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!

નીતિવચનો 24:26

સાચો જવાબ મૈત્રીભર્યા ચુંબન જેવો છે.

સભાશિક્ષક 12:10

સભાશિક્ષકે સત્ય વચનો, શોધી કાઢવાનો અને જે સત્ય હતા તે લખવાનો પ્રયત્ન કર્યો.

યશાયા 50:4

યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે.

Interlinear

Choose Theme