Home Bibles ☰ Books અયૂબ 4:4 · ગુજરાતી બાઇબલ
અયૂબ 4:4 · ગુજરાતી બાઇબલ

તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને જેં લોકો પોતાની જાતે પગભર નથી તેમને તેં પ્રબળ કર્યા છે.

Cross references

ગીતશાસ્ત્ર 145:14

ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે; બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.

નીતિવચનો 12:18

વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.

નીતિવચનો 16:23

જ્ઞાની હૃદય વ્યકિતની વાણીને દોરવણી આપે છે અને તે હોઠ ઉપર જ્ઞાનનો વધારો કરે છે.

નીતિવચનો 25:11

પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.

યશાયા 35:3

જેઓ હારેલા છે તેમને હિંમત આપો, જેઓ ડગમગી રહ્યા છે તેઓને સ્થિર કરો, ભયભીત થયેલાઓને કહો કે, હિંમત રાખો!’

યશાયા 50:4

યહોવા મારા દેવે મને શું કહેવું તે શીખવીને મોકલ્યો છે, તેથી હું થાકેલાને ઉત્સાહના વેણ કહી શકું. પ્રતિ પ્રભાતે તે મને ઊંઘમાંથી ઊઠાડે છે અને તેમની ઇચ્છાને સમજવાનું સાર્મથ્ય મને આપે છે.

દારિયેલ 5:6

તે ભયથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેનાં ગાત્રો શિથિલ થઇ ગયાં, અને તેના ઢીંચણ એકબીજા સાથે અથડાવા લાગ્યાં.

2 કરિંથીઓને 2:7

પરંતુ હવે તમારે એને માફ કરવો જોઈએ અને દિલાસો આપવો જોઈએ. આમ કરવાથી તેને વધુ પડતું દુઃખ નહિ થાય અને તે સંપૂર્ણરીતે ભાંગી નહિ પડે.

2 કરિંથીઓને 7:6

પરંતુ જે લોકો મુશ્કેલીમાં હોય છે તેમને દેવ સહારે આપે છે. અને જ્યારે તિતસ આવ્યો ત્યારે દેવે અમને સહારો આપ્યો.

1 થેસ્સલોનિકીઓને 5:14

ભાઈઓ અને બહેનો, અમે તમને જે કહીએ છીએ તે જે કાર્ય કરતાં નથી તેઓને ચેતવણી આપો. જે લોકો બીકણો છે તેઓને ઉત્તેજન આપો. જે લોકો નિર્બળ છે તેઓને મદદ કરો. દરેક વ્યક્તિ સાથે ધીરજપૂર્વક વર્તો.

હિબ્રૂઓને પત્ર 12:12

તમે અશક્ત બની ગયા છો માટે તમારી જાતને ફરીથી વધુ બળવાન બનાવો.

Interlinear

Choose Theme