Home Bibles નીતિવચનો 20:2 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 20:2 · ગુજરાતી બાઇબલ

રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેનો રોષ વહોરી લેનાર પોતાના જ જીવને જોખમમાં મૂકે છે.

Cross references

ગણના 16:38

યહોવાની વેદી સમક્ષ તે રજૂ થઈ હતી તેથી તે ધૂપદાનીઓ પવિત્ર છે, તેથી પાપ કરીને મૃત્યુને ભેટનાર એ લોકોની ધૂપદાનીઓમાંથી પતરાં બનાવડાવી તેના વડે વેદીના ઢાંકણને મઢાવજે, એ ઇસ્રાએલી લોકો માંટે ચેતવણીરૂપ થઈ પડશે.”

1 રાજઓ 2:23

રાજા સુલેમાંને સમ લીધા, યહોવા મને દંડ આપે સિવાય કે, “અદોનિયા આ વિનંતી કરવા માંટે પોતાનો જીવ આપે!

1 રાજઓ 2:24

જે યહોવાએ મને માંરાં પિતા દાઉદની ગાદી પર સ્થિર કરીને સ્થાપ્યો છે, અને જેણે વચન આપ્યા પ્રમાંણે માંરા વંશની સ્થાપના કરી છે. તેના સમ ખાઈને હું કહું છું કે, અદોનિયાને આજે જ મોતને હવાલે કરવામાં આવશે.”

નીતિવચનો 8:36

પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાનેે, નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુ સાથે પ્રેમ કરે છે.”

નીતિવચનો 16:14

રાજાનો રોષ યમદૂતો જેવો છે; પણ શાણી વ્યકિત તેના ગુસ્સાને શાંત પાડે છે.

નીતિવચનો 19:12

રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે; પણ તેની કૃપા ઘાસ પરનાં ઝાકળ જેવી છે.

સભાશિક્ષક 10:4

જ્યારે તારો શાશક તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જતો. કારણ કે તું જે સાંત્વન લાવે છે તેનાથી મોટા પાપો વડે થયેલો ગુસ્સો પણ ઠંડો પડી જાય છે.

હોશિયા 11:10

મારા લોકો અનુસરસે યહોવા સિંહની જેમ ગર્જના કરશે. હાં તે ગર્જશે અને તેના બાળકો પશ્ચિમમાંથી ધ્રુજતા આવશે.

આમોસ 3:8

સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહિ ધ્રુજે? મારા યહોવા દેવે તેની ઈચ્છા પ્રગટ કરી છે. કોણ તેનું ભવિષ્ય ભાખી જાહેરાત કર્યા વગર રહી શકે?

હબાક્કુક 2:10

“આ બધી યોજનાઓને લીધે તેઁ તારા કુટુંબને કાળી ટીલી લગાડી છે. અનેક લોકોની હત્યા કરીને તેઁ તારી જાત સાથે પાપ કર્યુ છે.

Interlinear

Choose Theme