Home Bibles ☰ Books આમોસ 3:8 · ગુજરાતી બાઇબલ
આમોસ 3:8 · ગુજરાતી બાઇબલ

સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહિ ધ્રુજે? મારા યહોવા દેવે તેની ઈચ્છા પ્રગટ કરી છે. કોણ તેનું ભવિષ્ય ભાખી જાહેરાત કર્યા વગર રહી શકે?

Cross references

અયૂબ 32:18

મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે.

અયૂબ 32:19

હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય. હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે.

યશાયા 21:10

હે મારા ઝુડાયેલા લોકો, તમને ઝુડવામાં અને ઝાટકવામાં આવ્યા છે, પણ હવે સૈન્યોના દેવ યહોવા, ઇસ્રાએલના દેવ પાસેથી મેં જે સાંભળ્યું છે, મેં તે જ તમને જણાવ્યું છે.

ચર્મિયા 20:9

હું જો એમ કહું કે, “હવે હું યહોવાને સંભારીશ નહિ, એને નામે બોલું જ નહિ.” તો તારી એ વાણી મારા અંગે અંગમાં ભંડારાયેલી આગની જેમ મારા અંતરમાં ભડભડી ઊઠે છે; અને હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ નથી રાખી શકતો.

ચર્મિયા 26:12

ત્યારે યમિર્યાએ પોતાના બચાવમાં કહ્યું, “આ નગર તથા મંદિરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારવા માટે યહોવાએ મને મોકલ્યો છે. મેં જે કહ્યું છે તેનો પ્રત્યેક શબ્દ તેમણે મને આપ્યો છે.

આમોસ 1:2

તેણે કહ્યું, “યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરૂશાલેમ મોટેથી કહેશે; ભરવાડો આક્રંદ કરશે, અને કામેર્લની ટોચ સૂકાઇ જશે.”

આમોસ 2:12

પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો; અને પ્રબોધકોને આજ્ઞા કરી કે, પ્રબોધ કરશો નહિ.

આમોસ 3:4

શું શિકાર હાથમાં આવ્યા વગર સિંહ જંગલમાં ગર્જના કરશે? જો સિંહના બચ્ચાએ કાંઇ પકડ્યું ન હોય તો પોતાના બિલમાંથી રાડો પાડેે?

આમોસ 7:12

વળિ અમાસ્યાએ આમોસને કહ્યું, “ઓ થઇ પડેલા દ્રષ્ટા, ભાગ! યહૂદિયાના દેશમાં ચાલ્યો જા! અને ત્યાં તારો પ્રબોધ કર. અને રોટલો ખા.

આમોસ 7:14

પછી આમોસે અમાસ્યાને પ્રત્યુત્તરમાં કહ્યું, “હું સાચે જ પ્રબોધક નથી. હું પ્રબોધકના કુટુંબમાંથી પણ આવતો નથી, હું તો માત્ર ભરવાડ અને જે અંજીરના વૃક્ષની સંભાળ રાખે છે તે છું.

આમોસ 7:15

હું ઘેટાઁનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, ‘જા અને મારા ઇસ્રાએલના લોકોને પ્રબોધ કર.’

યૂના 1:1

અમિત્તાયના પુત્ર યૂનાને યહોવાનો એવો સંદેશો મળ્યો કે,

યૂના 3:1

પછી યહોવાએ યૂના સાથે બીજી વાર વાત કરી,

પ્રેરિતોનાં ક્રત્યો 4:20

અમે શાંત રહી શકીએ નહિ. અમે જે જોયું છે અને સાંભળ્યું છે તેના સંદર્ભમાં અમારે લોકોને કહેવું જોઈએ.”

પ્રેરિતોનાં ક્રત્યો 5:20

“જાઓ અને મંદિરના વાડામાં ઊભા રહો અને ઈસુમાં આ નવી જીંદગીની બધી બાબતો લોકોને કહો.”

પ્રેરિતોનાં ક્રત્યો 5:29

પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ.

Interlinear

Choose Theme