ઝગડાથી દૂર રહેવું સન્માનીય છે, પણ મૂરખ ઝગડો કરવા માટે ઊતાવળો હોય છે.
Cross references
રાજા યોઆશે અમાસ્યાને જવાબ આપ્યો, “લબાનોન કાંટાળી ઝાડીએ લબાનોનના એરેજવૃક્ષ પાસે સંદેશો મોકલ્યો છે, ‘મારે તારી દીકરી જોઇએ છે; મારા પુત્રની પત્ની બનવા માટે.’ પણ લબાનોનના જંગલી પશુઓએ આવીને કાંટાળી ઝાડીને કચડી નાખી.
જલ્દી ક્રોધ કરનાર મૂર્ખાઇ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.
જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ગુસ્સે થનાર મૂર્ખાઇનું પ્રદર્શન કરે છે.
જે ક્રોધ કરવે ધીમો શકિતશાળી યોદ્ધા કરતાં વધું ઇચ્છનીય છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.
ઝગડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઇ ફાટી નીકળે તે પહેલાં જ વાતનો નિવેડો લાવી દો.
મૂર્ખ બોલે બોલે કજિયા કરાવે છે અને શબ્દે શબ્દે ડફણાં મારે છે.
ક્રોધને કાબૂમાં રાખવો એ ડાહી વ્યકિતનું લક્ષણ છે ક્ષમા આપવી એ તેમના મહિમા છે.
અભિમાની અને ઘમંડી વ્યકિત હાંસીપાત્ર છે; તેનાં પ્રત્યેક કાર્યમાં અહંકાર દેખાય છે.
તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?
જે વ્યકિત, તેનો પોતાનો ન હોય તેવા કજિયામાં દખલ કરે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે.
એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો.
તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે.
તમે જાણો છો તમારામાં ઝઘડા અને વાદવિવાદ ક્યાંાથી આવે છે? તમારામાં રહેલી સ્વાર્થીવૃત્તિને લીધે થાય છે.