Home Bibles નીતિવચનો 15:1 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 15:1 · ગુજરાતી બાઇબલ

નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.

Cross references

ન્યાયાધીશો 8:1

એફ્રાઈમ કુળના આગેવાન લોકોએ ગિદિયોન પર રોષે ભરાઈને કહ્યું, “તમે અમાંરી સાથે આવો વર્તાવ શા માંટે કર્યો? તમે મિદ્યાનીઓ સાથે લડવા માંટે ગયા ત્યારે તમે અમને શા માંટે ના બોલાવ્યા? આમ એમને તે લોકોએ સખત ઠપકો આપ્યો.”

ન્યાયાધીશો 8:3

દેવે તમાંરા જ હાથમાં મિદ્યાનીઓના સરદારો ઓરેબ અને ઝએબને સુપ્રત કર્યા તેની તુલનામાં મેં શું કર્યું છે?” ત્યારે જ તેઓ શાંત થયા.

ન્યાયાધીશો 12:3

મેં જોયું કે તમે અમને મદદ કરવા આવ્યા નહોતાં, તેથી તમાંરી મદદ વિના હું એકલો માંરા જીવના જોખમે આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા ગયો, યહોવાએ મને માંરા દુશ્મનો પર વિજય અપાવ્યો, તો પછી તમે આજે માંરી સાથે લડવા શા માંટે આવો છો?”

1 શમુએલ 25:10

નાબાલે દાઉદના માંણસોને કહ્યું, “દાઉદ કોણ છે? આ યશાઇનો પુત્ર કોણ છે? આજકાલ કેટલાય ગુલામો ધણી પાસે થી ભાગી જાય છે!

1 શમુએલ 25:21

દાઉદને થતું હતુ કે, “મેં આ માંણસની મિલકત વગડામાં સાચવી એ ભારે ભૂલ કરી. એનું કશું જ ગયું નહોતું, છતાં એણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો !

2 શમએલ 19:43

ઇસ્રાએલીઓએ જવાબ આપ્યો, “અમાંરો રાજા ઉપર દસગણો વધારે હક્ક છે. તમે શા માંટે અમાંરી અવગણના કરી? રાજાને પાછો લાવવા વિષે વાત કરવાવાળા અમે પ્રથમ લોકો હતા.”યહૂદાના લોકોએ કઠોરતાથી જવાબ આપ્યો, તેઓના શબ્દો ઇસ્રાએલીઓના શબ્દો કરતાં વધારે કઠોર હતા.

1 રાજઓ 12:7

તેમણે કહ્યું, “હવે આપ એ લોકોની ઇચ્છાને તાબે થઈ જાઓ અને એમની સાથે નમ્રતાથી વાત કરશો, તો તેઓ કાયમ માંટે તમાંરી સેવા કરશે.”

1 રાજઓ 12:13

રાજાએ વડીલોની સલાહ માંની નહિ પણ લોકોને કઠોરતાથી જવાબ આપ્યો.

1 રાજઓ 12:16

જયારે લોકોએ જોયું કે રાજા આપણી વાત સાંભળતો નથી, ત્યારે તેઓએ જવાબ આપ્યો, “દાઉદ સાથે અમાંરે શું સામ્ય છે? યશાઇના પુત્ર સાથે અમાંરે શું લેવા દેવા છે? ઓ ઇસ્રાએલીઓ, સૌ પોતપોતાને ઘેર પાછા જાઓ; દાઉદ, હવેથી તું તારું ઘર સંભાળ.” આમ, બધાં ઇસ્રાએલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

2 કાળવ્રત્તાંત 10:7

તેમણે કહ્યું, “જો આપ એ લોકો સાથે માયાળુપણે વર્તશો અને તેમની સાથે મીઠાશથી વાત કરી, તેમને પ્રસન્ન રાખશો તો તેઓ સદાને માટે આપના તાબેદાર થઇને રહેશે.”

અયૂબ 41:3

શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?

નીતિવચનો 10:12

ધિક્કાર ઝગડા ઊભા કરે છે પણ પ્રીતિ બધા ગુનાઓને ઢાંકે છે.

નીતિવચનો 15:18

ગરમ મિજાજનો વ્યકિત કજિયા ઊભા કરે છે. પણ ધીરજવાન વ્યકિત બોલાચાલીને શાંત પાડે છે.

નીતિવચનો 25:15

લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.

નીતિવચનો 28:25

જે વ્યકિત લોભી મનની હોય છે, તે ઝઘડા જગાવે છે, પણ જેે યહોવા પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.

નીતિવચનો 29:8

તિરસ્કાર કરનાર માણસો શહેર ઉશ્કેરે છે, પરંતુ હોશિયાર રોષને સમાવે છે.

નીતિવચનો 29:22

ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે, અને ગુસ્સાવાળો વ્યકિત ઘણા ગુના કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 19:41

શહેરના નગરશેઠે આ વાતો કહ્યા પછી, તેણે લોકોને ઘરે જવા કહ્યું અને બધા લોકોએ વિદાય લીધી.

Interlinear

Choose Theme