લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.
Cross references
યાકૂબે ખેપિયાઓને કહ્યું કે, “માંરા વડીલ એસાવને તમે એવું કહેજો કે, તમાંરો સેવક યાકૂબ કહે છે કે, ‘હું લાબાનને ત્યાં જઈ વસ્યો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.
તેણે તેમાંથી થોડું મધ પોતાના હાથમાં લીધું અને ખાતો ખાતો ચાલવા લાગ્યો. જ્યારે તે તેના માંતાપિતા પાસે પહોચ્ચો ત્યારે તેણે તેમને પણ થોડું મધ ખાવા આપ્યું. તેમણે તે ખાધું પણ સામસૂને તેમને એમ ન જણાવ્યું કે પોતે એ સિંહના મૃતદેહમાંથી લાવ્યો હતો.
તે દરમ્યાન નાબાલના એક સેવકે નાબાલની પત્ની અબીગાઈલને કહ્યું, “દાઉદે જગંલમાંથી કેટલાક સંદેશવાહકો માંરફતે આપણા ધણીને પ્રણામ કહેવડાવ્યા; પણ એ તેમના પર ઉકળી ઊઠયો.
અબીગાઇલ દાઉદના પગે પડી અને કહ્યું “ધણી, જે થયું તેના માંટે મને દોષ આપો. કૃપા કરીને મને તમને કઇંક કહેવા દો. આ તમાંરી દાસી તમને એનઁુ સાંભળવા કહે છે.
શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?
નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.
રાજાનો રોષ યમદૂતો જેવો છે; પણ શાણી વ્યકિત તેના ગુસ્સાને શાંત પાડે છે.
જે ક્રોધ કરવે ધીમો શકિતશાળી યોદ્ધા કરતાં વધું ઇચ્છનીય છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.
જ્યારે તારો શાશક તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જતો. કારણ કે તું જે સાંત્વન લાવે છે તેનાથી મોટા પાપો વડે થયેલો ગુસ્સો પણ ઠંડો પડી જાય છે.