Home Bibles નીતિવચનો 13:14 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 13:14 · ગુજરાતી બાઇબલ

જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.

Cross references

1 શમુએલ 25:33

વળી ધન્ય છે તારી ચતુરાઈને અને તને! તેં મને આજે ખૂનરેજીમાંથી અને પોતાને હાથે વેર વાળવામાંથી રોકી લીધો.

2 શમએલ 22:6

કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો:, મૃત્યુની જાળ માંરી સામે મૂકવામાં આવી હતી.

ગીતશાસ્ત્ર 18:5

શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ધેરી લીધો છે. મૃત્યુનો ગાળિયો; મારી સામેજ આવી પડ્યો છે.

ગીતશાસ્ત્ર 116:3

મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.

નીતિવચનો 9:11

જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વષોર્ વધશે.

નીતિવચનો 10:11

સદાચારી વ્યકિતની વાણી જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાને છુપાવે છે.

નીતિવચનો 14:27

મોતના ફાંસલામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય જીવન સ્ત્રોત છે.

નીતિવચનો 15:24

જ્ઞાની માણસ માટે એક જીવન તરફ જતો રસ્તો છે જે તેને શેઓલતરફ જતા રસ્તેથી પાછો વાળે છે.

નીતિવચનો 16:6

દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાનો ડર વ્યકિતને દુષ્ટતાથી દૂર રાખે છે.

નીતિવચનો 16:17

પ્રામાણિક માણસનો માર્ગ દુષ્ટતાથી દૂર હોય છે, જોઇવિચારીને ચાલનાર પોતાનો જીવ બચાવે છે.

નીતિવચનો 16:22

જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેમની મૂર્ખાઇ છે.

Interlinear

Choose Theme