વળી ધન્ય છે તારી ચતુરાઈને અને તને! તેં મને આજે ખૂનરેજીમાંથી અને પોતાને હાથે વેર વાળવામાંથી રોકી લીધો.
Cross references
જો કોઈ માંણસના હાથમાં તેનો દુશ્મન આવે, તો તે તેને શાંતિથી જવા ન દે. આજ તેઁ માંરું ભલું કર્યુ છે તેથી યહોવા તને તારા સારા કામ માંટે સારો બદલો આપશે.
અને, માંરા માંલિક, યહોવાએ જ આપને ખૂનરેજીથી અને પોતાને હાથે વેરનો બદલો લેવાથી રોકયા છે. હું યહોવાના અને આપના સમ ખાઈને કહું છું કે આપના દુશ્મનો અને આપનું ભૂંડું ઇચ્છનારાઓના હાલ નાબાલ જેવા થશે.
તમે નિદોર્ષ માંણસની હત્યાંનાં અપરાધી નહિ બનો, તમે આમ પડશો નહિ. અને યહોવા જ્યારે તમને વિજય અને સફળતા આપે ત્યારે તમાંરી આ દાસીને યાદ કરજો.”
દાઉદે અબીશાયને કહ્યું, “શાઉલની હત્યા કરીશ નહિ, રાજા યહોવાનો પસંદ કરાયેલો છે, જે કોઇ તેની હત્યા કરશે તેને સજા થશે?
જો કોઇ ન્યાયી માણસ મને સુધારે તો હું તેમને સારી વસ્તુ કરવા તરીકે સમજીશ. તેમનો ઠપકો માથા પર તેલ નાખવા જેવો રહેશે. હું કદાપિ આવા સ્વાસ્થ્ય વર્ધકનો નકાર ન કરું! પણ ખરાબ લોકોનાં દુષ્ટ કૃત્યો વિરુદ્ધ હું પ્રાર્થના કરીશ.
જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.
જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.
મૂર્ખને સો ફટકા કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.
જ્ઞાની વ્યકિતનો ઠપકો કાને ધરનારને માટે સોનાની કડી અને સોનાના ઘરેણાં જેવા છે.
રૂપું ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે તેમ વ્યકિતની પરીક્ષા બીજા તેની પ્રશંસા કરે તેના પરથી થાય છે.
જે પ્રશંસા કરે છે તેના કરતાં જે વ્યકિત ઠપકો આપે છે તેને વધુ કૃપા મળશે.