Home Bibles ☰ Books ઓબાધા 1:12 · ગુજરાતી બાઇબલ
ઓબાધા 1:12 · ગુજરાતી બાઇબલ

પણ જ્યારે તારા સગાને દૂર દેશમાં લઇ જવાયો હતો ત્યારે તારે ખુશ થવું જોઇતું ન હતું, યહૂદાના નાશના દિવસે તારે આનંદ માણવો જોઇતો ન હતો, જ્યારે તેઓ પિડીત હતા, ત્યારે તેઓની હાંસી ઉડાવવી જોઇતી ન હતી.

Cross references

1 શમુએલ 2:3

અભિમાંન અને બડાઇ હાંકનાર ન બનો. બડાશ માંરવાનું બંધ કરો કારણકે દેવ બધું જાણે છે. તે લોકોને દોરવે છે અને તેમનો ન્યાય કરે છે.

અયૂબ 31:29

હું મારા શત્રુના દુ:ખે કદી ખુશ થયો નથી. તેઓની મુશ્કેલીમાં મેં કદી હાંસી નથી ઉડાવી.

ગીતશાસ્ત્ર 22:17

હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે! તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!

ગીતશાસ્ત્ર 31:18

જૂઠા હોઠ મૂંગા થાઓ; તેઓ ડંફાસ મારે છે અને સજ્જનોની વિરુદ્ધ દ્વેષભાવ રાખીને ખરાબ વાતો કહે છે.

ગીતશાસ્ત્ર 37:13

પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે; તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.

ગીતશાસ્ત્ર 54:7

દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે; મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે. 8

ગીતશાસ્ત્ર 59:10

યહોવા મારો કૃપાળુ દેવ મને મદદ કરવા આગળ આવશે. તે મને શત્રુઓનો પરાજય જોવા દેશે.

ગીતશાસ્ત્ર 92:11

મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે; અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.

નીતિવચનો 17:5

જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહાર દેવની નિંદા કરે છે; જે કોઇ કોઇની વિપત્તિને જોઇને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

નીતિવચનો 24:17

તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ;

યશાયા 37:24

તારા નોકરો મારફતે તેં મારું અપમાન કર્યું છે; તે કહ્યું છે કે, ‘મારા રથમાં બેસીને મેં મહાન પરાક્રમો કર્યા છે, હું પર્વતોં ચઢયો છું અને તેના શિખરો પર પહોચ્યો છું. લબાનોનના ઊંચામાં ઊંચા શિખર પર હું ચઢયો છું, મેં ઊંચામાં ઊંચા એરેજવૃક્ષોને તથા સૌથી ઉત્તમ દેવદારના વૃક્ષોને કાપી નાખ્યા છે, મેં તેઓના ઊંચામાં ઊંચા પર્વતોને જીતી લીધા અને તેઓના ગાઢ જંગલોમાં પહોચ્યો છું.

યર્મિયાનો વિલાપ 4:21

અદોમના લોકો આનંદ માણો, તમારામાંના જે ઉસ પ્રદેશમાં રહે છે તેઓએ બતાવવું જોઇએ કે યરૂશાલેમના લોકો જોડે જે થઇ રહ્યું છે તેનાથી ખુશ છે. પણ દુ:ખનો પ્યાલો તમારી પર પણ આવશે ત્યારે તમે ભાન ભૂલી જશો અને પોતાને નગ્ન કરી દેશો.

Interlinear

Choose Theme