Home Bibles નીતિવચનો 24:17 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 24:17 · ગુજરાતી બાઇબલ

તારા દુશ્મનની પડતી જોઇને હરખાઇશ નહિ, અને તે પાયમાલ થાય ત્યારે રાજી ન થઇશ;

Cross references

ન્યાયાધીશો 16:25

નશાની હાલતમાં તેઓએ કહ્યું, “સામસૂનને બોલોવો; જેથી તે અમાંરું મનોરંજન કરી શકે!” આમ સામસૂનને કેદખાનામાંથી બહાર લાવવામાં આવ્યો અને તેણે તેઓ માંટે અભિનય કર્યો. પછી તેને મંદિરના બે થામભલાઓની વચ્ચે ઊભો રાખવામાં આવ્યો.

2 શમએલ 16:5

દાઉદ રાજા બાહૂરીમ પાસે પહોંચ્યો ત્યાં, તેઓને શાઉલના કુટુંબનો માંણસ ગેરાનો પુત્ર જેનું નામ શિમઈ હતું, તે તેઓને શાપ દેતો દેતો આગળ આવ્યો.

અયૂબ 31:29

હું મારા શત્રુના દુ:ખે કદી ખુશ થયો નથી. તેઓની મુશ્કેલીમાં મેં કદી હાંસી નથી ઉડાવી.

ગીતશાસ્ત્ર 35:15

તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં. તે લોકો સાચા મિત્રો ન હતાં. હું તેમને ઓળખતો પણ ન હતો. પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.

ગીતશાસ્ત્ર 35:19

મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ. આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.

ગીતશાસ્ત્ર 42:10

તારો દેવ ક્યાં છે એમ મશ્કરીમાં રોજ પૂછીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાં ને કચરી નાખે છે.

નીતિવચનો 17:5

જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહાર દેવની નિંદા કરે છે; જે કોઇ કોઇની વિપત્તિને જોઇને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

ઓબાધા 1:12

પણ જ્યારે તારા સગાને દૂર દેશમાં લઇ જવાયો હતો ત્યારે તારે ખુશ થવું જોઇતું ન હતું, યહૂદાના નાશના દિવસે તારે આનંદ માણવો જોઇતો ન હતો, જ્યારે તેઓ પિડીત હતા, ત્યારે તેઓની હાંસી ઉડાવવી જોઇતી ન હતી.

મીખાહ 7:8

હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવા મને અજવાળારૂપ થશે.

1 કરિંથીઓને 13:6

પ્રીતિ દુષ્ટતા સાથે નહિ, પરંતુ પ્રીતિ સત્ય સાથે પ્રસન્ન હોય છે.

Interlinear

Choose Theme