Home Bibles ઓબાધા 1:11 · ગુજરાતી બાઇબલ
ઓબાધા 1:11 · ગુજરાતી બાઇબલ

જે દિવસે દુશ્મન પરદેશીઓ યરૂશાલેમનાં દરવાજાઓમાં પ્રવેશ્યા અને તેની સંપત્તિ કબજે કરી અને ચિઠ્ઠીઓ નાખી તેના ભાગ કર્યા, તું જોતો ઉભો રહ્યો અને તેઓમાંનો એક બન્યો.

Cross references

2 રાજઓ 24:10

તે સમયે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના સેનાપતિઓએ યરૂશાલેમ પર ચઢાઈ કરી તેને ઘેરો ઘાલ્યો.

2 રાજઓ 25:11

તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, અને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને દેશવટો દીધો.

ગીતશાસ્ત્ર 50:18

જો તમે એક ચોરને જુઓ છો, તો તમે તેની સાથે જોડાવા દોડો છો, અને તમે વ્યભિચારીઓ સાથે વ્યભિચારમાં જોડાઓ છો.

ગીતશાસ્ત્ર 137:7

હે યહોવા, બાબિલના સૈન્યે યરૂશાલેમને કબજે કર્યુ તે દિવસે અદોમીઓએ જે કહ્યું તે તમે ભૂલી ન જતાં; તેઓએ કહ્યું હતું, “તેને જમીનદોસ્ત કરી નાખો.”

ચર્મિયા 52:28

નબૂખાદરેસ્સારના રાજ્યકાળના 7 વષેર્ બાબિલના બંદીવાસમાં લઇ જવાયેલાઓની સંખ્યા 3,023 હતી.

યોએલ 3:3

તેઓએ ચિઠ્ઠીઓ નાખી મારા લોકોને સેવકો તરીકે વહેંચીં લીધા છે. તેઓએ નાના છોકરાઓને વેશ્યાઓ મેળવવા વેંચી નાખ્યાં છે, અને દ્રાક્ષારસ અને મદ્યપાનનાં બદલામાં છોકરીઓ બદલી છે.

નાહૂમ 3:10

તેમ છતાં તે બંદીવાન થયું, તેણે દેશવટો ભોગવવો પડ્યો. શેરીના નાકે તેના બાળકોને માર મારીને મારી નાખવામા આવ્યાં, તેના માનવંતા માણસો ચિઠ્ઠી નાખી વહેંચાયા. અને સાંકળમાં જકડાયા.

સફન્યા 2:10

તેઓના અભિમાનનો બદલો તેઓને મળશે, કારણકે તેઓએ સૈન્યોનો દેવ યહોવાના લોકોનું અપમાન કર્યુ હતું અને તેઓ સામે ઉદ્ધતાઇ કરી હતી.

Interlinear

Choose Theme