Home Bibles ગણના 7:12 · ગુજરાતી બાઇબલ
ગણના 7:12 · ગુજરાતી બાઇબલ

પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં.

Cross references

ઊત્પત્તિ 35:22

ઇસ્રાએલ ત્યાં થોડો સમય રોકાયો. જયારે તે ત્યાં હતો ત્યારે રૂબેન ઇસ્રાએલની દાસી બિલ્હાહ સાથે સૂઈ ગયો. ઇસ્રાએલે જયારે આ જાણ્યું ત્યારે તે બહું જ ગુસ્સે થયો.

ઊત્પત્તિ 35:23

યાકૂબને બાર પુત્રો હતા: લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.

ઊત્પત્તિ 49:8

“યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.

ઊત્પત્તિ 49:10

યહૂદા પરિવારના (પુરુષ) માંણસો રાજા થશે. તેના પરિવારનો રાજદંડ જ્યાંં સુધી વાસ્તવિક રાજા ન આવે ત્યાં સુધી જશે નહિ. પછી અનેક લોકો તેનું પાલન કરશે અને તેની સેવા કરશે.

ગણના 1:5

અને તમને મદદ કરનારાઓનાં નામ આ પ્રમાંણે છે:રૂબેનના કુળસમૂહમાંથી અલીસૂર જે શદેઉરનો પુત્ર છે.

ગણના 1:7

યહૂદાનાં કુળસમૂહમાંથી આમ્મીનાદાબનો પુત્ર નાહશોન.

ગણના 2:3

“પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે.

ગણના 10:14

કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો.

રૂત 4:20

આમ્મીનાદાબથી નાહશોન, અને નાહશોનથી સલ્મોન થયો.

માથ્થી 1:4

આરામ અમિનાદાબનો પિતા હતો.અમિનાદાબ નાહશોનનો પિતા હતો.નાહશોન સલ્મોનનો પિતા હતો.

લૂક 3:32

યશાઇનો દીકરો દાઉદ હતો.ઓબેદનો દીકરો યશાઇ હતો.બોઆઝનો દીકરો ઓબેદ હતો.સલ્મોનનો દીકરો બોઆઝ હતો.નાહશોનનો દીકરો સલ્મોન હતો.

Interlinear

Choose Theme