Home Bibles ગણના 1:7 · ગુજરાતી બાઇબલ
ગણના 1:7 · ગુજરાતી બાઇબલ

યહૂદાનાં કુળસમૂહમાંથી આમ્મીનાદાબનો પુત્ર નાહશોન.

Cross references

નિર્ગમન 6:23

હારુનના વિવાહ આમ્મીનાદાબની પુત્રી અને નાહશોનની બહેન અલીશેબા સાથે થયા. અને અલીશેબાને નાદાબ, અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર અવતર્યા.

ગણના 2:3

“પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે.

ગણના 7:12

પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં.

ગણના 10:14

કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો.

રૂત 4:18

બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે.પેરેસથી હેસ્રોન થયો.

રૂત 4:20

આમ્મીનાદાબથી નાહશોન, અને નાહશોનથી સલ્મોન થયો.

1 કાળવ્રત્તાંત 2:10

રામનો પુત્ર આમ્મીનાદાબ હતો અને તેનો પુત્ર નાહશોન હતો, તે યહૂદાનો આગેવાન હતો.

માથ્થી 1:2

ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો.ઈસહાક યાકૂબનો પિતા હતો.યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.

લૂક 3:32

યશાઇનો દીકરો દાઉદ હતો.ઓબેદનો દીકરો યશાઇ હતો.બોઆઝનો દીકરો ઓબેદ હતો.સલ્મોનનો દીકરો બોઆઝ હતો.નાહશોનનો દીકરો સલ્મોન હતો.

Interlinear

Choose Theme