Home Bibles ગણના 1:5 · ગુજરાતી બાઇબલ
ગણના 1:5 · ગુજરાતી બાઇબલ

અને તમને મદદ કરનારાઓનાં નામ આ પ્રમાંણે છે:રૂબેનના કુળસમૂહમાંથી અલીસૂર જે શદેઉરનો પુત્ર છે.

Cross references

ઊત્પત્તિ 29:32

લેઆહે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ રૂબેન રાખ્યું. તેણે કહ્યું, “યહોવાએ માંરાં દુ:ખો સામે જોયું છે. માંરા પતિ મને પ્રેમ કરતાં નથી. તેથી કદાચ એવું બને કે, માંરા પતિ મને પ્રેમ કરે.”

ઊત્પત્તિ 30:5

બિલ્હાહ ગર્ભવતી થઈ અને યાકૂબ માંટે તેણે એક પુત્રને જન્મ આપ્યો.

ઊત્પત્તિ 35:17

પરંતુ રાહેલને કષ્ટાતી જોઈને દાઈએ તેને કહ્યું, “રાહેલ, તું ડરીશ નહિ, કારણ કે આ વખતે પણ તું પુત્રને જન્મ આપી રહી છે.”

ઊત્પત્તિ 35:22

ઇસ્રાએલ ત્યાં થોડો સમય રોકાયો. જયારે તે ત્યાં હતો ત્યારે રૂબેન ઇસ્રાએલની દાસી બિલ્હાહ સાથે સૂઈ ગયો. ઇસ્રાએલે જયારે આ જાણ્યું ત્યારે તે બહું જ ગુસ્સે થયો.

ઊત્પત્તિ 35:23

યાકૂબને બાર પુત્રો હતા: લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.

ઊત્પત્તિ 46:8

યાકૂબની સાથે મિસરમાં આવનારાઓનાં નામ આ છે, એટલે યાકૂબ તથા તેના પુત્રો: યાકૂબનો સૌથી મોટો પુત્ર રૂબેન

ઊત્પત્તિ 49:1

પછી યાકૂબે પોતાના પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું, “તમે બધા ભેગા થાઓ એટલે હું તમને તમાંરા પર ભવિષ્યમાં જે વીતશે તે તમને કહું,

નિર્ગમન 1:2

રૂબેન, શિમયોન, લેવી અને યહૂદા;

ગણના 2:3

“પૂર્વની બાજુએ, સૂર્યોદય તરફ યહૂદાના કુળસમૂહના ધ્વજ નીચે આવતાં લોકોએ તેમની ટુકડી પ્રમાંણે પડાવ નાખવા. આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન રહેશે.

ગણના 2:10

“દક્ષિણ બાજુએ રૂબેનના કુળની સેનાના ધ્વજ હેઠળના લોકોએ નીચેના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી નાખવી; શદેઉરનો પુત્ર એલીસૂર તે રૂબેનના પુત્રોનો અધિપતિ થાય.

ગણના 7:12

પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં.

ગણના 7:30

શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.

ગણના 10:14

કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો.

ગણના 10:18

એ પછી રૂબેનના કુળસમૂહના ધ્વજ હેઠળની સેના કુટુંબવાર કૂચ કરતી: શદેઊરનાં પુત્ર અલીસૂરની સરદારી હેઠળ રૂબેનના કુળસમૂહોનું સૈન્ય હતું.

પુનર્નિયમ 33:1

દેવના વિશ્વાસુ સેવક મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇસ્રાએલીઓને આ પ્રમાંણે આશીર્વાદ આપ્યા હતા.

1 કાળવ્રત્તાંત 27:16

ઇસ્રાએલના કુલસમૂહો પર નિયુકત થયેલા ઉચ્ચ અધિકારીઓની યાદી:રૂબેનના કુલસમૂહ પર ઝિખ્રીનો પુત્ર અલીએઝેર; શિમોનના કુલ પર માઅખાહનો પુત્ર શફાટયા;

પ્રકટીકરણ 7:4

કેટલાક લોકોને મુદ્રિત કરવાના છે તેની સંખ્યા પછી મેં સાભળી; ઈસ્રાએલના પુત્રોનાં સર્વ કુળોમાના 1,44,000 મુદ્રિત થયા.

Interlinear

Choose Theme