જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.
Cross references
“ઇસ્રાએલી સમાંજને યહોવાએ જીતી આપેલો પ્રદેશ, અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો અને બેઓન.
અમાંરા પર કૃપા હોય તો યર્દન નદી ઓળંગીને તે તરફના વિસ્તારને બદલે આ પ્રદેશ અમાંરા ભાગમાં આપો.”
વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે.
આ નગરો દેશના વિવિધ ભાગોમાં આવેલા હોય, મોટાં કુળસમૂહો પાસે વધુ નગરો છે, તેથી તેઓ વધુ નગરો આપે અને નાનાં કુળસમૂહો પાસે ઓછાં નગરો છે તેથી તેઓ લેવીઓને થોડાં નગરો આપે.”
યૂસફના બે પુત્રોએ યહોશુઆ પાસે જઈને કહ્યું, “જ્યારે યહોવાએ અમને મોટી વસ્તી આપીને આશીર્વાદિત કર્યા છે પછી તેં અમને ભૂમિનો એક જ ભાગ કેમ આપ્યો છે?”
યહૂદાના લોકો પાસે જોઈએ તે કરતાં વધારે પ્રદેશ હતો, તેથી શિમયોનનું ક્ષેત્ર તેમની ભૂમિ હતી.