Home Bibles યહોશુઆ 15:1 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 15:1 · ગુજરાતી બાઇબલ

યહૂદાના કુટુંબને ટોળીઓ પ્રમાંણે ચિઠ્ઠી નાંખી ભૂમિ વહેંચવામાં આવી હતી. એ દક્ષિણ તરફ અદોમની સરહદ, તેમાંનની ધારે આવેલા સીનના રણ સુધી ફેલાયલી છે.

Cross references

ઊત્પત્તિ 35:23

યાકૂબને બાર પુત્રો હતા: લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.

ગણના 26:55

પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.

ગણના 33:36

એસ્યોન-ગેબેરથી નીકળીને તેમણે સીનના રણમાં એટલે કે કાદેશમાં મુકામ કર્યો.

ગણના 34:3

એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે.

યહોશુઆ 14:2

યહોવાએ મૂસાને સાડા નવ કુળસમૂહો વચ્ચે ચિઠ્ઠી નાખીને પ્રદેશની વહેંચણી કેમ કરવી તેની આજ્ઞા આપી હતી.

યહોશુઆ 18:5

તેઓ ભૂમિને 7ભાગમાં વહેંચી દેશે; યહૂદા પોતાના દક્ષિણના નિવાસમાં જ રહેશે અને યૂસફના લોકો ઉત્તરના પોતાના નિવાસમાં રહેશે.

1 રાજઓ 8:65

આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું.

યર્મિયાનો વિલાપ 47:19

“દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે.

યર્મિયાનો વિલાપ 48:7

રૂબેનની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદાનો પ્રદેશ છે.

Interlinear

Choose Theme