તારો ભાઈ હારુન મૃત્યુ પામ્યો તેમ તું પણ તે ભૂમિને જોયા પછી મૃત્યુ પામશે.
Cross references
ઇબ્રાહિમ દિવસેને દિવસે વધુને વધુ નબળો પડતો ગયો. પછી સંતોષકારક જીવન જીવીને ખૂબ મોટી ઉંમરે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો.
ઇશ્માંએલની ઉંમર 137 વર્ષની થઈ ત્યારે તેનું અવસાન થયું.
“હારુન પિતૃલોક ભેગો થનાર છે. મેં ઇસ્રાએલીઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે તેમાં એ દાખલ થઈ શકશે નહિ, કારણ કે, મરીબાહના ઝરણા આગળ તમે માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું.
“મૂર્તિપૂજામાં ઇસ્રાએલને લઈ જનાર મિદ્યાનીઓ ઉપર તું પૂરેપૂરું વેર વસૂલ કરજે. તે પછી તું પિતૃઓ ભેગો પોઢી જશે.”
યહોવાએ આજ્ઞા આપી તે પ્રમાંણે યાજક હારુન હોર પર્વત ઉપર ગયો અને ત્યાં જ તે ઇસ્રાએલીઓએ મિસરમાંથી મહાપ્રસ્થાન કર્યા પછી ચાળીસમાં વર્ષે, પાંચમાં મહિનાના પ્રથમ દિવસે તે મૃત્યુ પામ્યો.
(ઇસ્રાએલી પ્રજા બએરોથ બેની-યાઅકાનથી યાત્રાનો આરંભ કરી મોસેરાહ આવી; ત્યાં હારુનનું મૃત્યુ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર એલઆઝાર યાજક થયો.
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાત મંડપમાં માંરી પાસે આવો, જેથી હું તને માંરો આદેશ આપી શકું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાત મંડપમાં ઉભા રહ્યાં.
યહોવાએ મૂસાને કહ્યું, “તારા પિતૃઓની જેમ તું પણ હવે મરવાની અણી પર છે. આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે તેમાં જઈ વિદેશીઓ ભેગા રહેશે એટલે માંરા પ્રત્યેની ભકિતથી ચલિત થઈને તેઓ તે લોકોના દેવોની પૂજા કરવા માંડશે, મને છોડી દેશે અને મેં તેમની સાથે કરેલા કરારનો તેઓ ભંગ કરશે.
તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે જોડાઈ ગયો, તેમ તે દેશ જોયા પછી તારે પણ એ જ પર્વત પર મૃત્યુ પામીને પિતૃલોકમાં જવાનું છે,