તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે જોડાઈ ગયો, તેમ તે દેશ જોયા પછી તારે પણ એ જ પર્વત પર મૃત્યુ પામીને પિતૃલોકમાં જવાનું છે,
Cross references
“તું ઘણું લાંબુ આયુષ્ય ભોગવીશ. તું શાંતિથી મૃત્યુ પામીશ અને તને તારા પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો હશે.
ઇબ્રાહિમ દિવસેને દિવસે વધુને વધુ નબળો પડતો ગયો. પછી સંતોષકારક જીવન જીવીને ખૂબ મોટી ઉંમરે તે મૃત્યુ પામ્યો અને તેને તેના પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો.
ઇશ્માંએલની ઉંમર 137 વર્ષની થઈ ત્યારે તેનું અવસાન થયું.
યાકૂબે પોતાના પુત્રોને સૂચના આપ્યા પછી પોતાના પગ પથારીમાં લઈ સૂઈ ગયો અને પ્રાણ છોડયો, અને તે પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો.
“હારુન પિતૃલોક ભેગો થનાર છે. મેં ઇસ્રાએલીઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે તેમાં એ દાખલ થઈ શકશે નહિ, કારણ કે, મરીબાહના ઝરણા આગળ તમે માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું.
એલઆલેહ, કિર્યાથાઈમ, નબો, બઆલ-મેઓન અને સિબ્માંહ આ રીતે નબો અને બઆલ-મેઓનને નવા નામ આપ્યા.
હાશ્મોનાહથી નીકળી તેઓએ મોસેરોથમાં મુકામ કર્યો.
યહોવાએ આજ્ઞા આપી તે પ્રમાંણે યાજક હારુન હોર પર્વત ઉપર ગયો અને ત્યાં જ તે ઇસ્રાએલીઓએ મિસરમાંથી મહાપ્રસ્થાન કર્યા પછી ચાળીસમાં વર્ષે, પાંચમાં મહિનાના પ્રથમ દિવસે તે મૃત્યુ પામ્યો.
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાત મંડપમાં માંરી પાસે આવો, જેથી હું તને માંરો આદેશ આપી શકું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાત મંડપમાં ઉભા રહ્યાં.
યહોવાએ મૂસાને કહ્યું, “તારા પિતૃઓની જેમ તું પણ હવે મરવાની અણી પર છે. આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે તેમાં જઈ વિદેશીઓ ભેગા રહેશે એટલે માંરા પ્રત્યેની ભકિતથી ચલિત થઈને તેઓ તે લોકોના દેવોની પૂજા કરવા માંડશે, મને છોડી દેશે અને મેં તેમની સાથે કરેલા કરારનો તેઓ ભંગ કરશે.
“‘પરંતુ અંત સમય આવે ત્યાં સુધી તું તારે રસ્તે પડ. તું ચિરનિંદ્રામાં પોઢી જશે અને જાગ્યા પછી મુદતને અંતે તું તારો ભાગ મેળવીશ.”‘