Home Bibles ☰ Books ગણના 15:7 · ગુજરાતી બાઇબલ
ગણના 15:7 · ગુજરાતી બાઇબલ

તમાંરે 16વાટકા ઝીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અને દોઢ લીટર દ્રાક્ષારસ પેયાર્પણ તરીકે ચઢાવવો, આ બલિદાનની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

Cross references

નિર્ગમન 29:40

પ્રથમ ઘેટા સાથે તમાંરે એક કિલો શુદ્ધ તેલમાં મોહેલો એક કિલો ઝીણો ઘઉંનો લોટ તેમજ પેયાર્પણ તરીકે એક લીટર દ્રાક્ષારસ અર્પણ કરવું.

ગણના 6:15

તથા એક ટોપલી ભરીને મોહેલા લોટની બેખમીર રોટલી તથા તેલ ચોપડેલા બેખમીર ખાખરા, અને ખાધાર્પણ તથા પેયાર્પણ તે ચઢાવે.

ગણના 28:2

“ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે આજ્ઞા કર:

ગણના 28:7

પેયાર્પણ તરીકે પા ગેલન દ્રાક્ષારસ દરેક હલવાન સાથે અર્પણ કરવો. તમાંરે તેને દેવને પેયાર્પણ તરીકે પવિત્ર જગ્યામાંની વેદી પર રેડી દેવો.

ન્યાયાધીશો 9:13

“પણ તેમણે જવાબ આપ્યો, “વૃક્ષોનો રાજા બનવા માંટે થઈને દેવ અને માંણસોને આનંદિત કરનાર દ્રાક્ષારસ ઉપજાવવાનું હું શા માંટે છોડી દઉં?”

1 કાળવ્રત્તાંત 29:21

બીજે દિવસે યહોવાના માટે તેઓએ 1,000 બળદો, 1,000 ઘેટાં અને 1,000 બકરાંઓનું યજ્ઞબલિ આપ્યું અને તેઓએ પેયાર્પણ પણ કર્યું, તેમણે બધા ઇસ્રાએલીઓ વતી ઘણી બલીઓ આપી.

Interlinear

Choose Theme