Home Bibles 1 કાળવ્રત્તાંત 29:21 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 29:21 · ગુજરાતી બાઇબલ

બીજે દિવસે યહોવાના માટે તેઓએ 1,000 બળદો, 1,000 ઘેટાં અને 1,000 બકરાંઓનું યજ્ઞબલિ આપ્યું અને તેઓએ પેયાર્પણ પણ કર્યું, તેમણે બધા ઇસ્રાએલીઓ વતી ઘણી બલીઓ આપી.

Cross references

લેવીય 23:13

તેની ઉપરાંત તમાંરે અગ્નિમાં ખાદ્યાર્પણ તરીકે તેલમાં મોયેલો 16વાટકા ઝીણો લોટ તથા પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષારસ લાવવો, એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

ગણના 15:5

અને હલવાનને દહનાર્પણ તરીકે અર્પણ કરતી વખતે એક લીટર દ્રાક્ષારસ પણ પેયાર્પણ તરીકે અર્પણ કરવો.

ગણના 15:7

તમાંરે 16વાટકા ઝીણા દળેલા લોટમાં ગેલનના ચોથા ભાગનું તેલ ભેળવીને ખાદ્યાર્પણ તરીકે અને દોઢ લીટર દ્રાક્ષારસ પેયાર્પણ તરીકે ચઢાવવો, આ બલિદાનની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

ગણના 15:10

અને અડધો ગેલન દ્રાક્ષારસ પણ પેયાર્પણ તરીકે ચઢાવવાં. એ અર્પણની સૌરભથી યહોવા પ્રસન્ન થાય છે.

1 રાજઓ 8:62

પછી રાજાએ તથા તમાંમ ઇસ્રાએલી લોકોએ યહોવાને યજ્ઞો અર્પણ કર્યા.

2 કાળવ્રત્તાંત 7:4

ત્યારબાદ રાજાએ અને સર્વ લોકોએ મંદિરનું અર્પણ કાર્ય કરી, યહોવા સમક્ષ તેઓએ હોમબલિઓ આપ્યાં.

એઝરા 6:17

તેમણે 100 બળદો, 200 ઘેટાં, 400 હલવાન, અને બાર બકરાની આખા ઇસ્રાએલ માટેની પાપાર્થાપણની બલી આપી.

Interlinear

Choose Theme