Home Bibles ગણના 13:32 · ગુજરાતી બાઇબલ
ગણના 13:32 · ગુજરાતી બાઇબલ

તેમણે તપાસેલી ભૂમિ વિરુદ્ધ ઇસ્રાએલીઓને કહેવાનું તેઓએ શરુ કર્યુ; “અમે જે ભૂમિ તપાસી તે શક્તિશાળી લોકોથી ભરેલી છે કે જેઓ ત્યાં જતી કોઈ પણ વ્યક્તિને સરળતાથી હરાવવા સક્ષમ છે. ત્યાં અમે જોયેલા બધા માંણસો કદાવર અને બળવાન હતા.

Cross references

ગણના 13:28

પણ ત્યાંના લોકો શક્તિશાળી છે, તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકના રાક્ષસીઓને પણ જોયા.

ગણના 14:36

જે દશ માંણસોને મૂસાએ દેશમાં ફરીને તપાસ કરવા મોકલ્યા હતા તેમણે ખોટો હેવાલ આપ્યો, જેને કારણે લોકોએ યહોવા વિરુદ્ધ બંડ કર્યું.

પુનર્નિયમ 1:28

આપણે કયાં જઈ રહ્યા છીએ? આપણા જ જાતિભાઈઓએ એમ કહી આપણામાં ખૂબ ભય ઉત્પન કર્યો છે કે, “ત્યાંના લોકો આપણા કરતાં કદમાં મોટાં અને શકિતશાળી છે, તેમનાં નગરો મોટાં છે અને તેના કોટ આકાશે અડે તેવા ઊચા છે અને અમે ત્યાં કદાવરો પણ જોયાં!”‘

2 શમએલ 21:20

ત્યારબાદ ફરીથી પલિસ્તીઓ સાથે ગાથમાં યુદ્ધ થયું, તેમાં એક મહાકાય યોદ્વો એવો હતો જેને તેના હાથમાં અને પગમાં છ છ આંગળીઓ હતી, તે પણ મહાકાય માંણસોના કુળનો હતો.

1 કાળવ્રત્તાંત 20:6

ગાથ પાસે ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર સૈનિકને હાથે અને પગે છ છ આંગળા હતા. તે પણ એક રફાઇઓમાંનો હતો.

ગીતશાસ્ત્ર 106:24

તેમણે તે મનોહર દેશને તુચ્છ ગણ્યો; અને તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ.

યર્મિયાનો વિલાપ 36:12

હું મારી પ્રજાને ફરીથી તમારા પર ચલાવીશ અને તેઓ ઇસ્રાએલના પર્વતો પર વાસો કરશે અને કબજો જમાવશે. અને હવે પછી કદી તમે તેમના સંતાનોને હરી લેશો નહિ.”

યર્મિયાનો વિલાપ 36:13

યહોવા મારા માલિક કહે છે: “બીજી પ્રજાઓ તારી હાંસી કરતા કહેતી હતી કે,’ ઇસ્રાએલ એવો દેશ છે જે પોતાના માણસોને ભરખી જાય છે અને પ્રજાને નિ:સંતાન બનાવે છે.

આમોસ 2:9

“તમે જ્યારે કેનાનમાં દાખલ થયા ત્યારે અમોરીઓ ત્યાં હતા, તેઓ દેવદારના વૃક્ષ જેવા ઊંચા અને ઓક વૃક્ષ જેવા ખડતલ હતા. પણ તમારા માટે મેં તેઓને સમાપ્ત કર્યા હતા, હા, મે તેઓની શાખાઓ અને તેઓના મૂળિયાઓનો નાશ કર્યો.

આમોસ 2:10

“વળી હું તમને મિસરમાંથી સાથે બહાર લઇ આવ્યો, અને મેં તમને વન્યપ્રદેશ થકી ચાળીસ વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું જેથી તમે અમોરીઓના રાષ્ટને તાબામાં લઇ શકો.

માથ્થી 23:13

“હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી.

Interlinear

Choose Theme