2 શમએલ 21:20 · ગુજરાતી બાઇબલ
ત્યારબાદ ફરીથી પલિસ્તીઓ સાથે ગાથમાં યુદ્ધ થયું, તેમાં એક મહાકાય યોદ્વો એવો હતો જેને તેના હાથમાં અને પગમાં છ છ આંગળીઓ હતી, તે પણ મહાકાય માંણસોના કુળનો હતો.
Cross references
2 શમએલ 21:16
તે વખતે યિશ્બીબનોબ વિરાટકાય માંણસોમાંનો એક હતો, તેની પાસે નવી તરવાર અને એક ભાલો હતો, તે આશરે સાડાસાત પાઉન્ડનો હતો. તેને દાઉદને માંરી નાખવો હતો.
2 શમએલ 21:18
થોડા સમય પછી ફરીથી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું, એ વખતે હુશાથી સિબ્બખાયે સાફ કે જે બીજો વિરાટકાય માંણસ હતો તેને માંરી નાખ્યો.
1 કાળવ્રત્તાંત 20:6
ગાથ પાસે ફરી યુદ્ધ થયું. ત્યાં એક કદાવર સૈનિકને હાથે અને પગે છ છ આંગળા હતા. તે પણ એક રફાઇઓમાંનો હતો.