Home Bibles ગણના 13:25 · ગુજરાતી બાઇબલ
ગણના 13:25 · ગુજરાતી બાઇબલ

તે દેશમાં ફરીને તે લોકોએ 40 દિવસ સુધી તપાસ કરી. પછી પાછા એ લોકો પારાનના અરણ્યમાં કાદેશ મુકામે મૂસા અને હારુનની તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજની પાસે પાછા આવ્યા.

Cross references

નિર્ગમન 24:18

અને મૂસા વાદળમાં પ્રવેશ કરીને પર્વત પર ચઢયો; અને તે ત્યાં 40 દિવસ અને 40 રાત રહ્યો.

નિર્ગમન 34:28

તેથી મૂસા 40 દિવસ અને 40 રાત અન્નજળ લીધા વિના યહોવા સાથે રહ્યો અને તેણે કરારના શબ્દો-દશ આજ્ઞાઓ તકતી ઉપર લખી.

ગણના 14:33

“‘અને તમાંરામાંનો છેલ્લો માંણસ અરણ્યમાં મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી તમાંરાં બાળકો અરણ્યમાં 40વર્ષ સુધી ભરવાડ તરીકે રઝળશે; તેઓ દુઃખી થશે કેમકે તમે મને વફાદાર ન હતા.

ગણના 14:34

ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?”

Interlinear

Choose Theme