“‘અને તમાંરામાંનો છેલ્લો માંણસ અરણ્યમાં મૃત્યુ પામશે નહિ ત્યાં સુધી તમાંરાં બાળકો અરણ્યમાં 40વર્ષ સુધી ભરવાડ તરીકે રઝળશે; તેઓ દુઃખી થશે કેમકે તમે મને વફાદાર ન હતા.
Cross references
પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.”
“ઇસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો, અને તેણે તેમને 40વર્ષ સુધી રણમાં રઝળાવ્યા, અને આખેર યહોવાને દુઃખ આપનારી આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ
યહોવાએ આજ્ઞા આપી તે પ્રમાંણે યાજક હારુન હોર પર્વત ઉપર ગયો અને ત્યાં જ તે ઇસ્રાએલીઓએ મિસરમાંથી મહાપ્રસ્થાન કર્યા પછી ચાળીસમાં વર્ષે, પાંચમાં મહિનાના પ્રથમ દિવસે તે મૃત્યુ પામ્યો.
ઇસ્રાએલી લોકોએ મિસર છોડયા પછી ચાળીસમાં વષેના અગિયારમાં મહિનાના પ્રથમ દિવસે મૂસાએ, યહોવાની આજ્ઞા મુજબ આ વચનો તે લોકોને કહી સંભળાવ્યાં.
આપણી મુસાફરી કાદેશ બાનેર્આથી નીકળીને ઝેરેદનું કોતર ઓળંગતા સુધીમાં આપણને આડત્રીસ વષોર્ લાગ્યાં. અને એ સમય દરમ્યાન યહોવાના કહ્યા પ્રમાંણે યોદ્વાઓની એક આખી પેઢી સમાંપ્ત થઈ ગઈ.
રણમાં રહેતા ત્યારે ઘણા લડાકુ લોકોએ યહોવાનું માંન્યું નહિ તેથી યહોવાએ વચન આપ્યું તે લોકો “વધારે અનાજ ઉગે છે” તે જમીન નહિ જોવે. યહોવાએ આપણા પૂર્વજોને તે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું. પણ તે માંણસોને કારણે દેવે લોકોને 40 વર્ષ રણમાં ભટકવાની ફરજ પાડી તે રીતે તે લડતા લોકો મરી જશે. તે બધાં લડતા લોકો મરી ગયા અને તેમના પુત્રોએ તેઓની જગ્યાં લીધી.
“હવે જો, યહોવાએ મને હજી 45 વર્ષ સુધી જીવતો રાખ્યો છે. તેના મૂસાના વચન પ્રમાંણે જે ઇસ્રાએલીઓ રણમાંથી મુસાફરી કરી રહ્યા હતાં ત્યારે આપવામાં આવ્યું હતું. અને હવે હું 85 વર્ષનો છું.
દેવે તેઓના વ્યર્થ જીવનનો અંત આપત્તિઓ સાથે કર્યો.
કેટલાંક ઉજ્જડ માગેર્ રણમાં ભટકતાં હતાં અને તેઓને વસવા નગર ન મળ્યું.
તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે, અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.
યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય અને બીજા માણસને પરણે, તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો? ચોક્કસ નહિ - કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી? હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે! અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?”
“‘આ યહોવા મારા માલિકના વચન છે, તું મને ભૂલી ગઇ હતી અને મારી તરફ તેં તારી પીઠ ફેરવી. તેથી તારાં સર્વ પાપ, લંપટતા અને વ્યભિચારની શિક્ષા તારે સહન કરવી પડશે.”‘
“પણ સદાચારી માણસો તો તેમને વ્યભિચાર અને ખૂનના પાપોને કારણે સજા કરશે, કારણ, એ લોકોએ વ્યભિચારનું પાપ આચર્યુ છે અને એમના હાથ લોહીથી ખરડાયેલા છે.”
હે ઇસ્રાએલ, બીજા રાષ્ટોનાં લોકોની જેમ આનંદ ન કર. આનદ ન કરીશ, કારણકે તમે તમારા દેવ યહોવાને વિશ્વાસુ નથી રહ્યાં. જમીનનાં એક છેડાથી બીજા છેડા સુધી તમે પોતે વારાંગનાની જેમ બઆલ દેવને વેચાયા છો. તમે સમજતા હતા કે, બઆલની સેવા કરવાથી તમને અનાજનો સારો પાક મળશે.